હૈદરાબાદઃ સમગ્ર દેશમાં 26 લાખ દર્દીઓ રિકવર થયાં છે. રિકવરી રેટ 76.47 ટકા છે. સતત ટેસ્ટિંગને કારણે પરિણામો દેખાઈ રહ્યાં છે. સરકારે અનલોક 4.0 માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સમગ્ર દેશમાં કુલ કેસ 34 લાખ 68 હજારથી વધુ છે. કુલ મૃત્યુઆંક 62,550 છે.
દિલ્હી
- મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં ટેસ્ટની સંખ્યા 40 હજાર પ્રતિદિન કરવામાં આવી શકે છે.
- આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શુક્રવારે કહ્યું હતું કે, દિલ્હી સરકારના લગભગ 300 દવાખાનાઓમાં કોરોના ટેસ્ટનો સમય 2 કલાક વધારવામાં આવ્યો છે અને વધુ લોકોના ટેસ્ટ થઈ શકે તે માટે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રહેશે.
મહારાષ્ટ્ર
- આઈપીએસ ઓફિસર જેઓ સુશાંતસિંહ રાજપૂત કેસના એક ભાગ હતા, તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે.
- ઓફિસરના પરિવારજનો પણ સંક્રમિત થયા છે.
ઉત્તર પ્રદેશ
- કોવિડ-19ના નિયમો તોડવા બદલ સાક્ષી મહારાજને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
- કેબિનેટ પ્રધાન સતિષ મહાના કોરોના પોઝિટિવ આવ્યા છે.
- કેબિનેટ પ્રધાને જણાવ્યું છે કે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેઓ કોરોના ટેસ્ટ કરાવે.