ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસ 32 લાખને પાર, કુલ મૃત્યુઆંક 59,449 - ઈન્ડિયા કોરોના અપડેટ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 32 લાખ 34 હજારથી વધુ નોંધાયો છે. 24 લાખ 67 હજારથી વધુ લોકો રિકવર થયા છે. કુલ મૃત્યુઆંક 59,449 નોંધાયો છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ

By

Published : Aug 26, 2020, 10:43 PM IST

હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 32 લાખ 34 હજારથી વધુ નોંધાયો છે. 24 લાખ 67 હજારથી વધુ લોકો રિકવર થયા છે. કુલ મૃત્યુઆંક 59,449 નોંધાયો છે. કુલ રિકવરી રેટ 76.30 ટકા છે અને મૃત્યુદર 1.84 ટકા છે.

ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે કોવિડ-19 કેસોમાં વધારો જોયા બાદ સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે તેમની સરકાર કોરોના વાઈરસ ટેસ્ટની સંખ્યા બમણી કરશે.
  • બુધવારે અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે, "છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ-19 કેસમાં વધારો થયો છે. જો કે, રાજધાનીમાં રિકવરી રેટ 90 ટકા કરતા વધારે છે."

પશ્ચિમ બંગાળ

  • પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે 6 કોરોના હોટસ્પોટ રાજ્યોથી ફ્લાઇટ્સ કામગીરી ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવાની ઘોષણા કરી હતી.
  • શૈક્ષણિક સંસ્થાઓ 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
  • 7, 11 અને 12 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
  • મેટ્રો રેલવે સામાજિક અંતર અને અન્ય સાવચેતી ધોરણોનું પાલન કરીને સેવાઓ ફરી શરૂ કરવામાં આવી શકે છે.

આસામ

  • આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરવા જણાવ્યું હતું.

કર્ણાટક

  • મૈસુર પોલીસ કમિશનર ચંદ્રગુપ્તા કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • ડેપ્યુટી કમિશ્નર અભિરામ શંકર આઈસોલેશનમાં ગયા છે.

તેલંગણા

  • કે. દક્ષિણા મૂર્તી (58 વર્ષ) જગતીઆલ જિલ્લાના એડિશનલ પોલીસ અધિક્ષક હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.
  • તેમને ખાનગી હોસ્પિટલમાં કરીમનગરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની કોવિડ-19ની સારવાર કરવામાં આવી હતી.
  • આ મહિનાના અંતમાં તેઓ નિવૃત્ત થવાના હતા.

પંજાબ

  • પંજાબના મુખ્યપ્રધાન અમરિંદરસિંહે બુધવારે કહ્યું કે, 28 ઓગસ્ટ વિધાનસભા સત્રના 2 દિવસ પહેલા 23 પ્રધાનો અને ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.

ઓડિશા

  • 52 પોલીસકર્મીઓએ પ્લાઝ્માનું દાન કર્યું છે.
  • આ માહિતી ઓડિશાના DGPએ ટ્વિટર હેન્ડલ દ્વારા આપી હતી.
  • બુધવારે 3343 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details