ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસ 29 લાખ 75 હજારને પાર, કુલ મૃત્યુઆંક 55,794 - ભારત કોરોના અપડેટ

સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 29 લાખ 75 હજારને પાર કરી ગયો છે. કુલ મૃત્યુઆંક 55,794 પર પહોંચ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યમાં ભારત ત્રીજા કમે આવે છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ

By

Published : Aug 22, 2020, 10:20 PM IST

હૈદરાબાદઃ સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 29 લાખ 75 હજારને પાર કરી ગયો છે. કુલ મૃત્યુઆંક 55,794 પર પહોંચ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યમાં ભારત ત્રીજા કમે આવે છે.

ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • છેલ્લા 24 કલાકમાં 1412 કેસ નોંધાયા છે.
  • રાજધાનીમાં કુલ કેસ 1 લાખ 60 હજારથી વધુ છે.
  • કુલ મૃત્યુઆંક 4284 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્ર

  • ગણેશ ચતુર્થીની શરુઆત થઈ ગઈ છે. પરંતુ આ વખતે મર્યાદિત રીતે ઉત્સવ ઉજવવામાં આવશે.
  • 29 જુલાઈના રોજ ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો અને અન્ય મોટા મંડળો પ્રતિબંધિત રહેશે.
  • રાજ્યમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 6 લાખ 57 હજારને પાર પહોંચ્યો છે.
  • છેલ્લા 24 કલાકમાં 339 લોકોના મોત નીપજ્યાં છે.

ઝારખંડ

  • ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા અને રાજ્યસભાના સભ્ય શિબુ સોરેન અને તેમની પત્ની રૂપી સોરેન કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • શુક્રવારે પૂર્વ મુખ્યપ્રધાન સોરેન અને તેમની પત્નીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. મોડી સાંજે ટેસ્ટ રિપોર્ટ આવ્યા હતા.

ઓડિશા

  • લોકસભાના સાંસદ અને સત્તાધારી બીજેડી નેતા મંજુલાતા મંડલે શનિવારે કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ હોમ ક્વૉરન્ટીન થયા છે.
  • ટ્વિટર પર, ભદ્રક સાંસદે તાજેતરમાં જ તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરી હતી.
  • છેલ્લા 24 કલાકમાં ઓડિશામાં COVID-19 માટે 60,000થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
  • રાજ્ય સરકારે રાજ્યમાં કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવા માટે પરીક્ષણ દરમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61379 પરીક્ષણો થયા હતા.

ABOUT THE AUTHOR

...view details