ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસ 28 લાખ 36 હજારથી વધુ, કુલ મૃત્યુઆંક 53,866 - india corona update

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 28 લાખ 36 હજારને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 69,652 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 20 લાખ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 73.91 ટકા થયો છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ

By

Published : Aug 20, 2020, 10:11 PM IST

હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 28 લાખ 36 હજારને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 69,652 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 20 લાખ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 73.91 ટકા થયો છે.

ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • રાજધાનીના બીજા સેરોલોજિકલ સર્વેની વિગતો આપતાં સરકારે આજે જણાવ્યું હતું કે, દિલ્હીની લગભગ ત્રીજા ભાગની જનસંખ્યાએ તેમના શરીરમાં કોવિડ-19ની સામેની એન્ટિબોડીઝ વિકસિત કરી છે.
  • સેરો સર્વેમાં 29.1 ટકા લોકો વાઈરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે.

બિહાર

  • રાજ્યમાં રિકવરી રેટ 71.94 ટકા છે.
  • રાજય સરકારે અલગ અલગ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19ની સારાવારના દર નક્કી કર્યા છે.
  • પટના કેટેગરી-એમાં આવે છે, ભાગલપુર કેટેગરી-બીમાં આવે છે. જ્યારે મુઝફ્ફરપુર,ગયા, પુર્નિયા અને દરભંગા કેટેગરી-સીમાં આવે છે.
  • કેટેગરી-એમાં 18 હજાર રુપિયા છે, જ્યારે કેટેગરી-સીમાં 14,400 છે. કેટેગરી-સીમાં 10,800નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

રાજસ્થાન

  • રાજ્યમાં કુલ કેસ 65,979 નોંધાયા છે.
  • 50,393 દર્દીઓ રિકવર થયાં છે. જ્યારે 14,671 એક્ટિવ કેસ છે.
  • જયપુર જેલમાં 22 કેદીઓ કોરોનાથી સંક્રમિત થયાં છે.

હિમાચલ પ્રદેશ

  • હિમાચલ હાઈકોર્ટે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોવિડ-19 સંક્રમિત દર્દીઓ માટે અધિકૃત અન્ય હોસ્પિટલોનું નિરીક્ષણ, દેખરેખ અને માર્ગદર્શન માટે બનાવવામાં આવેલી સમિતિના સભ્યોની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે.
  • મુખ્ય ન્યાયાધીશ લિંગપ્પા નારાયણ સ્વામી અને ન્યાયાધીશ અનૂપ ચિત્કારાએ વરિષ્ઠ વકીલ નરેશ્વરસિંહ ચંદેલની અરજીની સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે.
  • પિટિશનમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, કોવિડ-19 રોગચાળાને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રતિબંધિત પગલાં અપૂરતા છે.
  • આ પિટિશનમાં પરિસ્થિતિને સંભાળવા માટે વિવિધ પગલાં સૂચવવામાં આવ્યા છે.

ઝારખંડ

  • છેલ્લા 24 કલાકમાં 967 કેસ નોંધાયા છે. 9 લોકોના મોત થયાં છે.
  • રાજ્યમાં કુલ કેસ 26,300 નોંધાયા છે.
  • 16,566 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 278 લોકોના મોત થયાં છે.
  • અત્યારે 9456 એક્ટિવ કેસ છે.
  • રિકવરી રેટ 62.98 ટકા છે અને મૃત્યુદર 1.05 ટકા છે.

ઓડિશા

  • છેલ્લા 24 કલાકમાં 2898 કેસ નોંધાયા છે.
  • જ્યારે કુલ કેસ 70 હજારથી વધુ છે.
  • છેલ્લા 24 કલાકમાં 8 મોત નીપજ્યાં છે. કુલ મૃત્યુઆંક 380 છે.
  • 22,652 એક્ટિવ કેસ છે.
  • છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ

  • છેલ્લા 24 કલાકમાં 9 મોત નીપજ્યાં છે.
  • રાજ્યમાં કુલ 187 લોકોના મોત નીપજ્યાં છે.
  • કોવિડ-19ના કુલ કેસ 13,636 પર પહોંચ્યા છે.
  • કુલ 9483 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details