હૈદરાબાદઃ સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો આંકડો 26 લાખ 84 હજારને પાર કરી ગયો છે. કુલ એક્ટિવ કેસ 6 લાખ 76 હજારથી વધુ છે. કુલ મૃત્યુઆંક 50,921 પર પહોંચ્યો છે.
દિલ્હી
- મુખ્યપ્રધાન કેજરીવાલે જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં કોવિડ-19ના મૃ્ત્યુદરમાં 80 ટકાનો ઘટાડો થયો છે.
- દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ત્યારે ભારતના શહેરો અને રાજ્યોના લોકોએ આ સુધારણા માટે દિલ્હી મોડેલની પ્રશંસા કરી છે.
- મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી મોડલની સફળતાનો શ્રેય દિલ્હીની જનતાની એકતા અને સામૂહિક કાર્યવાહીને આપ્યો છે.
- છેલ્લા 24 કલાકમાં 652 નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર
- પુણે નવા કોરોના કેપિટલ તરીકે ઉભરી આવ્યું છે. રવિવારે કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા હતા.
- IISER, PMC અને પુણે યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા એક સેરોસર્વેમાં પૂણે મહાનગરપાલિકાના પાંચ ઉચ્ચ પ્રશાસન વહીવટી વિસ્તારમાં 51.5 ટકાનો ફેલાવો નોંધાયો છે.
- મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈમાં NCPના પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાન પર 4 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
પંજાબ
- વધતા કોવિડ-19 કેસના પગલે, પંજાબ સરકારે આજે જલંધર, લુધિયાણા અને પટિયાલામાં 18 ઓગસ્ટથી આગામી ઓર્ડર સુધી વધારાના પ્રતિબંધો લગાવી દીધા છે.
- પંજાબ સરકારના પ્રવક્તાએ આજે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં કોવિડ -19 કેસોમાં અચાનક વધારો થવાને કારણે રાજ્યના તમામ શહેરોમાં અમુક પ્રવૃત્તિઓ પર વધારાના પ્રતિબંધો લાદવાની જરૂરિયાત ઉભી થઈ હતી.