હૈદરાબાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેઓ સતત રોગચાળા સામે લડી રહ્યાં છે અને દેશ તેમનો ઋણી છે. રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું કે, "તમામ કોરોના લડવૈયાઓ ઉચ્ચ પ્રશંસાને પાત્ર છે." દેશભરમાં અત્યારે કોરોના વાઈરસના 6 લાખ 61 હજારથી વધુ એક્ટિવ કેસ છે, જ્યારે 48,040 લોકોના મોત નીપજ્યાં છે. કોરોના કેસનો કુલ આંકડો 24.5 લાખને પાર કરી ગયો છે.
દિલ્હી
- છેલ્લા 24 કલાકમાં 1192 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. કુલ આંકડો 1 લાખ 50 હજાર પર પહોંચ્યો છે.
- છેલ્લા 24 કલાકમાં 11 મોત નીપજ્યાં છે. કુલ મૃત્યુદર 4178 પર પહોંચ્યો છે.
- 790 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
- કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલમાં 16,500 બેડ ખાલી છે.
બિહાર
- શુક્રવારે JDUના પૂર્વ એમએલસી રવિન્દ્ર તાંતીનું પટveમાં કોરોના વાઈરસથી નિધન થયું હતું. છેલ્લા 10 દિવસથી તેમને પટનાના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પૂર્વ બ્યૂરોક્રેટ સહિત 10 વધુ કોરોના દર્દીઓનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં મૃત્યુઆંક 484 પર પહોંચી ગયો છે.