હૈદરાબાદઃ કોવિડ-19ના ફેલાવા અંગે વધી રહેલી ચિંતા વચ્ચે ભારતના અગ્રણી મેડિકલ એક્સપર્ટ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાઈરસના કેસ હજુ તેની ચરમસીમા પર નથી પહોંચ્યા. દેશભરમાં દર 2 દિવસે 1 લાખ કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. દેશભરમાં અત્યાર સુધી 23 લાખથી વધુ કેસો નોંધાયા છે અને 46 હજાર લોકોના મૃત્યુ થયા છે.
દિલ્હી
- છેલ્લા 7 દિવસમાં દરરોજ 1000 નવા કેસ નોંધાયા છે, 707 લોકો પોઝિટિવ નોંધાયા છે.
- દિલ્હીમાં 1.48 લાખ કેસ છે. 4153 લોકોના મૃત્યુ થયા છે.
- દિલ્હી સરકારના આરોગ્ય બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં 6,472 આરટી-પીસીઆર ટેસ્ટ અને 12,422 રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
- 1 લાખ 33 હજારથી વધુ દર્દીઓ રિકવર થયાં છે. 10,946 એક્ટિવ કેસ છે.
બિહાર
- મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, રાજ્યમાં કોવિડ-19ના રોજ 1 લાખ ટેસ્ટ કરવામાં આવશે.
- આરટી-પીસીઆર દ્વારા રોજ 75 હજાર સેમ્પલ લેવામાં આવે છે.
- આરટી-પીસીઆર સુવિધા રાજ્યની બીજી 5 મેડિકલ કોલેજમાં આપવામાં આવશે.
- આરટી-પીસીઆરના બીજા 10 મશીન ખરીદવામાં આવશે.