હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં કોવિડ-19ના કેસ 20 લાખથી વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 62 હજારથી વધુ કેસ નોંધાયા છે. 6 લાખથી વધુ કેસ એક્ટિવ છે. જ્યારે 15 લાખથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દિલ્હી
- મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, 90 ટકા લોકો રિકવર થયાં છે. 7 ટકા એક્ટિવ કેસ છે.
- કેજરીવાલે મહામારી સામે લડવા દિલ્હી મોડલનો ટ્વિટર પર ઉલ્લેખ કર્યો હતો.
- 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી રોજના કેસોમાં ઘટાડો નોંધાયો હતો.
- દિલ્હીમાં અત્યારે 1.46 લાખ કરતાં વધુ કેસ છે.
બિહાર
- ડોકટરો દ્વારા મેડિકલ તપાસ અને સંબંધિત તબીબી પરિક્ષણો બાદ પટના એઇમ્સ ખાતે પ્લાઝ્માનું દાન કરી શકાશે.
- દરમિયાન રાજધાની પટનાના કાંકરબાગની બે બહેનોએ તેમના પ્લાઝ્માનું દાન કર્યું હતું. સત્તાવાર આંકડા મુજબ, પટના એઇમ્સ ખાતે રાજ્યમાં અત્યાર સુધીમાં 115 પ્લાઝ્મા દાતાઓએ પ્લાઝ્માનું દાન કર્યું છે.
- રાજ્યમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 82,741 નોંધાયો છે. કુલ મૃત્યુઆંક 450 છે.
- રિકવરી રેટ 65.43 ટકા છે.
- જ્યારે 28,151 એક્ટિવ કેસ છે.