હૈદરાબાદ: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64,399 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 21,53,010 પર પહોંચી ગયો છે. જ્યારે ચેપગ્રસ્ત દર્દીઓ માંથી રિકવર થયેલાની સંખ્યા અત્યાર સુધીમાં 14,80,884 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 43,379 લોકોના મોત થયા છે.
- મધ્ય પ્રદેશ
રવિવારે મધ્ય પ્રદેશમાં કોરોનાના 868 નવા કેસ નોંધાયા છે અને 19 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 39025 અને મૃત્યુઆંક વધીને 996 પર પહોંચી ગયો છે.
- મુંબઈ
રવિવારે મુંબઈમાં કોરોના ચેપના નવા 1066 કેસ નોંધાયા છે અને 48 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ શહેરમાં કેસની કુલ સંખ્યા વધીને 1,23,397 થઈ ગઈ છે. આમાંથી 96,586 લોકો સાજા થયા છે અને હજી પણ 19,718 કેસ સક્રિય છે. તો આ સાથે 6796 લોકો મૃત્યુ પામ્યા છે.
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કોરોનાના 12248 નવા કેસ નોંધાયા છે અને 390 લોકોના મોત નીપજ્યા છે. જે બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 515332 થઈ ગઈ છે. તેમાંથી 1,45,558 કેસ સક્રિય છે, 3,51,710 લોકો સાજા થયા છે. તો આ સાથે 17,757 લોકો મૃત્યુ પામ્યા છે.
- હરિયાણા
હરિયાણામાં રવિવારે 792 નવા કોરોના કેસ નોંધાયા છે અને 9 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 41,635 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 483 પર પહોંચી ગયો છે.
- કર્ણાટક