ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ દેશભરમાં કુલ કેસ 21 લાખથી વધુ, કુલ મૃત્યુઆંક 42,518 - india corona update

દેશભરમાં છેલ્લા 9 દિવસમાં 5 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 60 હજાર લોકો સ્વસ્થ થયાં છે. કોવિડ-19 કેસનો કુલ આંકડો 21 લાખથી વધુ છે. અત્યાર સુધીમાં 42,518 લોકોના મોત નીપજ્યાં છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

By

Published : Aug 8, 2020, 10:54 PM IST

હૈદરાબાદઃ દેશભરમાં છેલ્લા 9 દિવસમાં 5 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 60 હજાર લોકો સ્વસ્થ થયાં છે. કોવિડ-19 કેસનો કુલ આંકડો 21 લાખથી વધુ છે. અત્યાર સુધી 42,518 લોકોના મોત નીપજ્યાં છે.

ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • ઓગસ્ટ મહિનામાં સેરોલોજીકલ ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યો છે.
  • દિલ્હીના 11 જિલ્લામાંથી 15 હજાર સેમ્પલ લેવામાં આવ્યાં છે.
  • આ સેમ્પલને 10 દિવસ સુધી રાજ્યની સરકાર માન્ય લેબમાં પ્રોસેસ કરવામાં નહીં આવે.

ઝારખંડ

  • છેલ્લા 24 કલાકમાં 678 નવા કેસ નોંધાયા છે.
  • કુલ સંક્રમિતોનો આંકડો 16, 542 પર પહોંચ્યો છે.
  • 154 લોકોના મોત નીપજ્યાં છે અને 7503 લોકો રિકવર થયાં છે.
  • 3 લાખ 67 હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
  • રાજ્યનો રિકવરી રેટ 45.44 ટકા છે.

ઓડિશા

  • ભાજપા સાંસદ સુરેશ પૂજારીને કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • સાંસદે ટ્વિટર હેન્ડલ દ્વારા જાણકારી આવી છે.
  • 30 હજાર લોકો રિકવર થયાં છે.
  • 1544 લોકોને શનિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશ

  • રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે, આત્મનિર્ભર યોજના માટે 3 વર્ષનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે.
  • કિલ કોરોના સ્કૉવ્ડ ટીમને ગ્વાલિયરમાં તૈનાત કરવામાં આવી છે.
  • જે લોકો માસ્ક નથી પહેરતાં અને સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતાં તે લોકો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.
  • ગૃહ ખાતાના નિર્દેશ અનુસાર કલેક્ટર દ્વારા આ ટીમની યોજના કરવામાં આવી છે.

બિહાર

  • રાજ્યમાં કુલ કેસનો આંકડો 75 હજાર પર પહોંચ્યો છે.
  • છેલ્લા 3 દિવસમાં 10 હજાર નવા કેસ નોંધાયા છે.
  • 46,265 લોકો રિકવર થયાં છે.
  • રિકવરી રેટ 64.44 ટકા થયો છે.
  • બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે કોરોના દર્દીઓની સારવાર માટે તમામ જિલ્લાઓમાં વસ્તીના પ્રમાણમાં આઇસીયુ બેડ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યપ્રધાને આરોગ્ય વિભાગના અધિકારીઓને પ્લાઝ્મા દાન કરનારાઓને પ્રોત્સાહન આપવા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશ

  • મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે નોઈડાના સેક્ટર-39માં 400 બેડની કોવિડ-19 હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં નોઈડા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુહાસ એલ.વાય. પણ હાજર હતા.

ABOUT THE AUTHOR

...view details