હૈદરાબાદ : છેલ્લા 24 કલાકમાં 904 લોકોના મોત સાથે મૃત્યુનો આંક વધીને 40,699 પર પહોંચી ગયો છે. દેશમાં સંક્રમણના કેસો વધીને 1908254 થઈ ગયા છે, જેમાંથી 5,95,501 લોકો સારવાર લઈ રહ્યા છે અને સારવાર બાદ 13,28,337 લોકો સ્વસ્થ્ય થયા છે. દેશમાં કોરોના ચેપના નવા કેસોમાં સતત વધારો થયો છે. દેશમાં મૃત્યુનો આંક 40 હજારને પાર થઇ ગયો છે. ગુરુવારે કોરોનાના 56,283 નવા કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ, આ સતત આઠમો દિવસ છે જ્યારે 50,000 થી વધુ કોવિડ-19 કેસ નોંધાયા છે. ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 13 લાખને પાર થઇ ગઈ છે.
- હરિયાણા
હરિયાણામાં ગુરુવારે કોરોનાના 755 નવા કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત નીપજ્યાં છે. તો આ સાથે 680 લોકો ગુરુવારે સ્વસ્થ્ય થયા છે. રાજ્યમાં કેસની કુલ સંખ્યા 32,640 થઈ ગઈ છે. આમાંથી 6205 કેસ સક્રિય છે અને 458 લોકોના મોત નીપજ્યાં છે.
- રાજસ્થાન
રાજસ્થાનમાં ગુરુવારે કોરોનાના 1151 નવા કેસ નોંધાયા છે અને 12 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 48,996 પર પહોંચી ગઈ છે. તેમાંથી અત્યાર સુધીમાં 35131 લોકો સાજા થઇ ગયા છે અને 757 લોકો મૃત્યુ પામ્યા છે.
- મુંબઈ
ગુરુવારે મુંબઈમાં કોરોનાના 910 નવા કેસ નોંધાયા છે અને 57 લોકોના મોત નીપજ્યા છે. તો આ સાથે 988 લોકો પણ સ્વસ્થ્ય થયા છે. શહેરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,20,165 થઈ ગઈ છે. આ 20,562 કેસ સક્રિય છે, 92661 લોકો સાજા થયા છે અને 6645 લોકો મૃત્યુ પામ્યા છે.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં કોરોનાના 2954 નવા કેસ નોંધાયા હતા અને 56 લોકોના મોત નીપજ્યા હતા. રાજ્યમાં કેસની કુલ સંખ્યા 86,754 પર પહોંચી ગઈ છે. આમાંથી 61,023 લોકો સાજા થયા છે, 23829 કેસ સક્રિય છે અને 1902 લોકો મૃત્યુ પામ્યા છે.
- મધ્ય પ્રદેશ