ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના ઈન્ડિયા અપડેટ: દેશમાં સંક્રમિતનો આંકડો 18 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 52,050 નવા કેસ - સમગ્ર દેશમાં કોરોનાના મામલા

દેશમાં કોરોના વાઇરસના નવા કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે તો દેશમાં મૃત્યુઆંક 39 હજારની નજીક પહોંચી ગયો છે. મંગળવારે કોરોનાના 52,050 નવા કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ, આ સતત છઠ્ઠો દિવસ છે. જ્યારે 50,000 થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે. સારી વાત એ છે કે ચેપમાંથી સાજા થયા લોકોની સંખ્યા 12 લાખને પાર કરી ગઈ છે.

દેશમાં કોરોનાના કેસ
દેશમાં કોરોનાના કેસ

By

Published : Aug 4, 2020, 11:07 PM IST

હૈદરાબાદ: છેલ્લા 24 કલાકમાં 803 લોકોના મોત થયા છે, જે બાદ મૃત્યુઆંક વધીને 38,938 થઈ ગયો છે. દેશમાં ચેપના કેસો વધીને 18,55,745 થયા છે, જેમાંથી 5,86,298 લોકો સારવાર લઈ રહ્યા છે અને સારવાર બાદ 12,30,509 લોકો સાજા થયા છે. દેશમાં કોરોના વાઇરસના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં મૃત્યુઆંક 39 હજારની નજીક પહોંચી ગયો છે. મંગળવારે કોરોનાના 52,050 નવા કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ, આ સતત છઠ્ઠો દિવસ છે જ્યારે 50,000થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે. સારી વાત એ છે કે કોરોનાથી સાજા થયા લોકોની સંખ્યા 12 લાખને પાર કરી ગઈ છે.

દેશમાં કોરોનાના કેસ
  • મુંબઈ

મુંબઈમાં કોરોના વાઇરસના નવા 709 કેસ નોંધાયા છે અને 56 લોકોના મોત નીપજ્યા છે. તો આ સાથે જ 873 લોકો સાજા થયા છે. શહેરમાં કેસની કુલ સંખ્યા વધીને 1,18,130 થઈ ગઈ છે. તેમાંથી 90,962 લોકો સાજા થયા છે અને હજુ પણ 20,326 કેસ સક્રિય છે. કુલ 6546 લોકોના મોત નીપજ્યા છે.

  • દિલ્હી

મંગળવારે દિલ્હીમાં કોરોના વાઇરસના 674 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 12 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ચેપગ્રસ્તની કુલ સંખ્યા વધીને 1,39,156 થઈ ગઈ છે. મંગળવારે દિલ્હીમાં 972 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દિલ્હીમાં અત્યાર સુધીમાં 1,25,226 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં કુલ 4033 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં હાલમાં કુલ 9897 સક્રિય કેસ છે.

  • હરિયાણા

હરિયાણામા મગંળવારે કોરોના વાઇરસના 623 નવા કેસ નોંધાયા છે અને 8 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે 756 લોકો મગંળવારે સ્વસ્થ્ય થયા છે. રાજ્યમાં હવે કેસની કુલ સંખ્યા, 37,796 છે, જેમાં 31226 સાજા થયા છે. રાજ્યમાં 6122 સક્રિય કેસ છે અને 448 લોકોના મોત થયા છે.

  • ઉત્તરાખંડ

મગંળવારે ઉત્તરાખંડમાં કોરોનાના 208 નવા કેસ નોંધાયા છે અને 309 લોકો સાજા થયા છે. રાજ્યમાં હવે કેસની કુલ સંખ્યા 8008 પર પહોંચી ગઈ છે. જેમાંથી 4,847 સાજા થયા છે, 3,028 સક્રિય કેસ છે અને 95 લોકોના મોત નીપજ્યા છે.

  • મહારાષ્ટ્ર

મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના ચેપના નવા 7760 કેસ નોંધાયા છે અને 300 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં 12,326 લોકો સાજા થયા હતા. મહારાષ્ટ્રમાં કેસની કુલ સંખ્યા 4,57,956 છે. 1,42,151 કેસ સક્રિય છે અને 2,99,356 લોકો સાજા થયા છે. રાજ્યમાં 16,142 લોકોના મૃત્યુ થયા છે.

  • ગુજરાત

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1020 કેસ નોંધાયા હતા., તો આ સાથે જ 898 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો 22 લોકોના મોત નીપજ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ 65704 કેસ થઇ ગયા છે.

  • આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશમાં કોરોનાના 9747 નવા કેસ નોંધાયા છે અને 67 વધુ લોકોના મોત નીપજ્યા છે. આ સાથે, અહીં ચેપગ્રસ્તની કુલ સંખ્યા 1,76,333 થઇ ગઇ છે.

  • પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં, કોરોનાના 2752 નવા કેસ નોંધાયા હતા અને 54 લોકોના મોત નીપજ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 80 હજારને પાર થઇ ગઈ છે.

  • બિહાર

બિહારમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપને કારણે 13 લોકોના મોત થયા છે. આ સાથે, રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 349 થયો છે. રાજ્યમાં ચેપની કુલ સંખ્યા 62,031 પર પહોંચી છે, મંગળવારે ચેપના 2,464 નવા કેસ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details