હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં કુલ કોરોના કેસની સંખ્યા 17 લાખથી વધુ છે. કુલ મૃત્યુઆંક 36,511 છે.
દિલ્હી
- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને પર્યટન પ્રધાન મનીષ સિસોદીયાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને એક પત્ર લખ્યો છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના હોટલો અને સાપ્તાહિક બજારો ખોલવાના નિર્ણયને પલટાવવા સંદર્ભે નાયબ રાજ્યપાલ અનિલ બૈજલે આ પત્ર લખ્યો છે. સિસોદિયાએ કહ્યું છે કે, દિલ્હી સરકાર આ કેસની ફાઇલ ફરીથી એલજીને મોકલશે અને એલજીને કહેવું કે આ વખતે નિર્ણય ના રોકે.
મહારાષ્ટ્ર
- મહારાષ્ટ્રના રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા શિક્ષકો માટે 7 દિવસીય માનસિક પરામર્શ તાલીમ વર્કશોપનું ઉદઘાટન કર્યું હતું. તેનો હેતુ શિક્ષકોને સલાહકાર તરીકે તાલીમ આપવાનું છે, જે વિદ્યાર્થીઓને COVID-19 કટોકટી દરમિયાન માનસિક સમસ્યાઓ વિશે સલાહ આપી શકે છે.
મધ્ય પ્રદેશ
- મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે રાત્રે જાહેરાત કરી હતી કે, હવેથી રવિવારના દિવસો સિવાયના કોઈ પણ જિલ્લામાં કોઈ લોકડાઉન નહીં થાય. પૂર્વ ઘોષણા કરાયેલા કેટલાક શહેરોમાં આ પ્રતિબંધ લાગુ છે જેમાં રાજ્યની રાજધાની ભોપાલ સામેલ છે.
તમિલનાડુ
- તમિલનાડુ સરકારે એક ખાનગી હોસ્પટિલની કોવિડ-19ની સારવાર માટેની માન્યતા રદ કરી છે.
- આ હોસ્પિટલે 19 દિવસની સારવાર માટે 12 લાખ રુપિયા ચાર્જ ઉઘરાવ્યો હતો.