હૈદરાબાદ: દેશમાં કોરોના વાઇરસના કેસ 16 લાખ પર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 55,079 નવા કેસ નોંધાયા છે અને 779 લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન સરકારે અનલોક-3ની ગાઇડ લાઈન પણ બહાર પાડી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 55,078 કેસ નોંધાયા છે અને તેમાં 779 લોકોના મોત થયા છે. જેમાંથી 5,45,318 સક્રિય કેસ સાથે, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 16,38,870 થઈ ગઈ છે. તેમાંથી 10,57,805 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 35,747 લોકો મૃત્યુ પામ્યા છે.
- મહારાષ્ટ્ર
શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 10,320 નવા કેસ નોંધાયા છે અને 265 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,22,118 થઈ ગઈ છે.
- તમિળનાડુ
તમિળનાડુમાં આજે કોરોનાના 5,881 નવા કેસ નોંધાયા છે અને 97 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 2,45,859 થઈ ગઈ છે.
- આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10376 નવા કેસ નોંધાયા છે. જે બાદ અહીં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1,40,933 રહી છે.
- ગુજરાત
રાજ્યમાં કુલ આંકડો 61 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1153 કેસ સામે આવ્યા છે.
- નવી દિલ્હી