હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 48,916 કોવિડ-19ના કેસ નોંધાયા હતાં. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13 લાખ 36 હજારથી વધુ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 56 હજારથી વધુ છે. 8 લાખ 49 હજારથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 757 મૃત્યુ નોંધાયા હતા. કુલ મૃત્યુઆંક 31,358 પર પહોંચ્યો છે.
મધ્ય પ્રદેશ
- રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ આવ્યા
- આ સમાચાર મુખ્યપ્રધાને ટ્વિટર દ્વારા આપ્યા હતાં.
- કેબિનેટ પ્રધાન અરવિંદ ભદૌરિયા પણ કોરોના પોઝિટિવ આવતા ચિરાયુ મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
- અરવિંદ ભદૌરિયા લાલજી ટંડનની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. મુખ્યપ્રધાન પણ હાજર રહ્યાં હતાં