હૈદરાબાદ : ભારતમાં કોરોનાના વધાતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધી 13 લાખથી વધુ કેસ થઇ ગયા છે. તો આ સાથે જ 30 હજારથી વધુ લોકોના મોત પણ થઇ ગયા છે. દેશમાં કોરોના રિકવરી રેટ 63.45 છે, અને મૃત્યુ રેટ 2.3 ટકા છે.
- દિલ્હી
રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોનાના 1025 નવા કેસ નોંધાયા છે, 1866 દર્દીઓ સાજા થયા છે અને 32 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,28,389 છે. 1,10,931 લોકો સાજા છે અને અત્યાર સુધીમાં 3777 લોકો મૃત્યુ પામ્યા છે.
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ચેપના 9615 નવા કેસ નોંધાયા છે અને 278 લોકોના મોત નીપજ્યાં છે. આ પછી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,57,117 થઈ ગઈ છે. આમાંથી 1,99,967 લોકો સાજા થયા છે અને 13132 લોકોના મોત થયા છે.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં શુક્રવારે કોરોના ચેપના 2216 નવા કેસ નોંધાયા છે અને 35 લોકોના મોત નીપજ્યાં છે. જે બાદ ચેપગ્રસ્ત કેસની કુલ સંખ્યા 53973 પર પહોંચી ગઈ છે. આ 19,154 કેસોમાં સક્રિય છે, 33,529 લોકો સાજા થયા છે અને 1,290 લોકોના મોત થયા છે.
- મુંબઈ
શુક્રવારે મુંબઈમાં કોરોનાના 1062 નવા કેસ નોંધાયા છે અને 54 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે 1158 લોકો સાજા પણ થયા છે. જે બાદ શહેરમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,06,891 પર પહોંચી ગઈ છે. જેમાંથી 78,260 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં 5981 લોકો મૃત્યુ પામ્યા છે.
- ઉત્તરાખંડ