હૈદરાબાદ : ભારતમાં કોવિડ-19ના નવા 37,724 કેસ નોંધાયા પછી બુધવારે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 11,92,915 પર પહોંચી ગઈ છે. દેશમાં સતત સાતમા દિવસે કોવિડ-19ના 30,000થી વધુ નવા કેસ નોંધાયા છે. મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 648 લોકોના મોત થયા છે.
સમગ્ર દેશમાં કોરોનાના કેસ રાત્રે 8:30 વાગ્યા સુધીમાં, રાજસ્થાનમાં કોરોનાના 961 નવા કેસ નોંધાયા હતા અને 6 લોકોના મોત નીપજ્યા હતા. જો કે, 620 લોકો પણ સ્વસ્થ્ય થયા હતા. જે બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 32,334 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 583 પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના ચેપના 10576 કેસ નોંધાયા હતા અને 280 લોકોના મોત નીપજ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,37,607 થઈ ગઈ છે, જેમાંથી 1,87,769 લોકો સાજા થયા છે અને 12,556 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1020 નવા કેસ નોંધાયા હતા અને 20 લોકોના મોત નીપજ્યા હતા. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 51,485 પર પહોંચી ગઈ છે, જેમાંથી 12016 કેસ સક્રિય છે. 37,240 લોકો સાજા થયા છે અને 2,229 લોકો મૃત્યુ પામ્યા છે.
ઉત્તરાખંડમાં બુધવારે 451 નવા કેસ નોંધાયા છે. જે પછી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 5,300 પર પહોંચી ગઈ છે, જેમાંથી 3349 દર્દીઓ સાજા થયા છે અને 57 લોકોના મોત થયા છે.
બુધવારે પશ્ચિમ બંગાળમાં કોરોનાના 2291 નવા કેસ નોંધાયા છે અને 39 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 49,321 પર પહોંચી ગઈ છે, જેમાં 18,450 કેસ સક્રિય છે અને 1,221 લોકોના મોત નીપજ્યાં છે.
બિહારમાં બુધવારે કોરોના ચેપના 1502 નવા કેસ નોંધાયા છે. જે પછી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 30,066 પર પહોંચી ગઈ છે. આ 19876 લોકો સાજા થયા છે અને 208 લોકોના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 9981 છે.
હરિયાણામાં બુધવારે 724 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 28,186 થઈ ગઈ છે.
બુધવારે દિલ્હીમાં કોરોનાના નવા 1227 કેસ નોંધાયા છે અને 29 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે 1532 લોકો સ્વસ્થ્ય થયા છે. દિલ્હીમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,26,323 છે. આમાંથી કુલ 1,07,650 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 3719 લોકોના મોત નીપજ્યા છે.
બુધવારે પંજાબમાં કોરોનાનાં 414 નવા કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત નીપજ્યાં છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 11301 પર પહોંચી ગઈ છે. અહીં મૃત્યુઆંક 269 પર પહોંચી ગયો છે.
બુધવારે તમિલનાડુમાં કોરોનાના 5849 નવા કેસ નોંધાયા છે અને 74 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,86,492 રહી છે. આ 51,765 કેસો સક્રિય છે, 1,31,583 લોકો સાજા થયા છે અને કુલ 2700 લોકોના મોત નીપજ્યાં છે.