હૈદરાબાદ: કોવિડ-19 રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતોની સતત વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. સોમવારે દેશમાં COVID-19 ના સૌથી વધુ 28,701 કેસ નોંધાયા છે. રોગચાળાની શરૂઆતથી દેશમાં આ સૌથી મોટો આંકડો છે.
ભારતમાં કોરોના વાઇરસના કેસની કુલ સંખ્યા ગુજરાત
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 902 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 10 દર્દીનાં મોત થયા છે.
દિલ્હી
દિલ્હી સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને તેમના સંબંધિત ક્ષેત્રોમાં નોવેલ કોરોના વાઇરસ સામે લડવા માટે લેવાયેલા પગલા વિશે જણાવા કહેવામાં આવ્યું છે. ડીએમઓને વાઇરસના ફેલાવા સામે પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવા જણાવ્યું છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં સરકારે અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મુક્યો છે તેમજ જાહેર સ્થળોએ એકઠા થવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.
માર્ગદર્શિકા મુજબ આગામી ગણેશ ઉત્સવમાં જાહેર ગણેશ પંડાલો સ્થાપવામાં આવશે નહીં. રાજ્ય સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે લોકોને તેમના ઘરોમાં ભગવાન ગણેશની સ્થાપના કરવા અપીલ કરી છે. આ ઉપરાંત ઈદનો સામૂહિક કાર્યક્રમ પણ નહીં થાય.
રાજ્ય સરકાર દ્વારા જહેર કરવામાં આવેલી ગાઇડ લાઇનમાં, એવું નક્કી કરવામાં આવ્યું છે કે લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કન્યા પક્ષના 10 લોકો અને દુલ્હા પક્ષના 10 લોકો જ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.
બિહાર
કોવિડ -19 કેસોની સંખ્યા 17,000 ની સપાટીને વટાવી ગઈ હોવાથી, બિહાર સરકારે સોમવારે બિહારમાં કોરોના વાઇરસ પરીક્ષણો માટે પરીક્ષણ ક્ષમતા વધારવા માટે ઝડપી એન્ટિજેન કીટનો ઉપયોગ કરવાની સત્તા આપી છે.
રાજ્યના આરોગ્ય વિભાગ આ ઝડપી પરીક્ષણ કીટ બનાવશે, જે 30 મિનિટની અંદર પરિણામ બતાવી શકે છે, આ કીટ એક અઠવાડિયામાં જિલ્લાઓને ઉપલબ્ધ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મોટા જિલ્લાઓને ઓછામાં ઓછી 1000 કીટ મળશે.
ઓડિશા
ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં 616 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યની કુલ સંખ્યા વધીને 13,737 થઈ ગઈ છે. જ્યારે ક્વોરેન્ટાઇન કેન્દ્રોમાંથી 415 કેસ નોંધાયા હતા, જ્યારે 201 લોકોલ કોન્ટેક્ટથી પોઝિટિવ આવ્યા છે.
આજે 505 કોવિડ - 19 દર્દીઓ સ્વસ્થ થયા છે, ઓડિશાની કોવિડ -19 રિકવરી હવે 9255 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં છ વધુ કોવિડ -19 ના મોત નોંધાયા છે. જેને પગલે રાજ્યનો મૃત્યુઆંક વધીને 70 થઈ ગયો છે.
ઉત્તરપ્રદેશ
1,664 વધુ કોરોના વાઇરસ કેસની સાથે, ઉત્તર પ્રદેશમાં સંખ્યા સાથે 38,130 થઇ ગઇ છે, ઉત્તર પ્રદેશમાંથી રજા આપવામાં આવેલા 24,203 લોકો છે, જ્યારે 12,972 સક્રિય કેસ અને 955 લોકોનાં મોત થયા છે.