ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ મૃત્યુઆંક 21,129 અને કુલ એક્ટિવ કેસ 2.6 લાખથી વધુ

સરકારના શબ્દોમાં કહીએ તો 130 કરોડની વસ્તી હોવા છતાં, ભારતમાં COVID-19નું સંચાલન સફળ રીતે કરવામાં આવ્યું છે. દેશમાં કુલ મૃત્યુઆંક 21,129 નોંધાયો છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,69,789 પહોંચી છે. કુલ 4,76,377 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

By

Published : Jul 9, 2020, 10:44 PM IST

હૈદરાબાદઃ સરકારના શબ્દોમાં કહીએ તો 130 કરોડની વસ્તી હોવા છતાં, ભારતમાં COVID-19નું સંચાલન સફળ રીતે કરવામાં આવ્યું છે. દેશમાં કુલ મૃત્યુઆંક 21,129 નોંધાયો છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,69,789 પહોંચી છે. કુલ 4,76,377 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

રાજ્યમાં પ્લાઝ્મા ડોનરની અછત વચ્ચે અરવિંદ કેજરીવાલ સરકાર નવી નીતિ લાવી છે. જેમાં કોવિડ -19 દર્દીઓએ પહેલા પ્લાઝ્મા બેંકમાંથી પ્લાઝ્મા મેળવવા માટે રિપ્લેસમેન્ટ ડોનરની વ્યવસ્થા કરવી પડશે. હોસ્પિટલનો એક અધિકારી પ્લાઝમા ડોનર શોધવા માટે જવાબદાર રહેશે.

ગુજરાત

સુરતમાં હીરાના અનેક એકમો બંધ થઈ ગયા છે. દેશમાં અનલોક નીતિના ભાગરૂપે ખુલવાનું ચાલુ રાખ્યું હોવા છતાં પણ ઔદ્યોગિક કામદારો તેમના ગામોમાં જઇ રહ્યાં છે. સુરત ડાયમંડ વર્કર્સ યુનિયનના પ્રમુખ જયસુખ ગજેરાને ડર છે કે, શહેર છોડીને જતા 70% કામદારો ક્યારેય પાછા નહીં આવે. હાલમાં કુલ 6 લાખ લોકો 9000 ડાયમંડ કટીંગ અને પોલિશિંગ યુનિટમાં રોજગાર ધરાવે છે. અત્યાર સુધીમાં 600થી વધુ કામદારો અને તેમના પરિવારોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

બિહાર

કોરોના વાઈરસના કેસમાં અચાનક ઉછાળાને કારણે પટનામાં સંપૂર્ણ લોકડાઉનનો આદેશ 10 જુલાઈથી 16 જુલાઇ સુધી આપવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ પટના જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર રવિએ જારી કર્યો હતો. આવશ્યક સેવાઓ સિવાય બજારો, કચેરીઓ અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓને લોકડાઉન અવધિ દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવશે. બિહારમાં 700 કેસ નોંધાયાના દિવસે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એકલા પટનામાં જ 132 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા હવે 14 હજાર થઈ ગઈ છે. દરમિયાન, આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ મુલતવી રાખવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ઝારખંડ

રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 3192 થઈ ગઈ છે. જેમાં 2170 રિકવર-ડિસ્ચાર્જ કેસ છે. જુગસલાઈ મ્યુનિસિપલ કાઉન્સિલ કચેરીના લગભગ 14 અધિકારીઓને વાઈરસનો ચેપ લાગ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 69.24 ટકા છે અને મૃત્યુદર 0.7 ટકા છે.

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશમાં વધુ 17 લોકોના મોત થયા છે. 1,200થી તાજા કેસો સાથે રાજ્યમાં ચેપનું કુલ કેસની સંખ્યા 32,362 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 862 લોકોનાં મોત નોંધાયા હોવાનું અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું હતું. એક્ટિવ કેસની સંખ્યા 10,373 થઈ ગઈ છે. જ્યારે 21,127ને રિકવરી પછી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.

રાજસ્થાન

જોધપુર જિલ્લામાં વર અને કન્યાના પરિવાર સહિત કુલ 20 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. અહેવાલો મુજબ લગ્ન 3 જુલાઈના રોજ થયા હતા, આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારના નમૂનાઓ એકત્રિત કરાયા છે. કોન્ટેક્ટ ટ્રેસિંગના ભાગ રૂપે કુલ 200 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડ

રાજ્યમાં 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા વધીને 3,305 પર થઈ ગઈ છે. રાજ્ય સરકારના બુલેટિન મુજબ રિકવર કરનારા દર્દીઓની કુલ સંખ્યા 2,672 છે.

ઓડિશા

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ઓડિશામાં સૌથી વધુ એક દિવસમાં 577 કોવિડ -19 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 11,201 થઈ ગઈ છે. જ્યારે 4 વધુ મોતથી મૃત્યુદર 52 થઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details