હૈદરાબાદ: કોવિડ -19 રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતો વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. ગુરુવારે દેશમાં COVID-19 ને કારણે મૃત્યુઆંક વધીને 20,642 પર પહોંચી ગયો હતો અને 22,752 જેટલા કેસ સાથે કોરોના વાઇરસ કેસની સંખ્યા 7,42,417 પર પહોંચી ગઈ હતી જ્યારે 482 લોકોના મોત નોંધાયા હતા.
ગુજરાત
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 783 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 16 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 38,419 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે બુધવારે 569 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
દિલ્હી
અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી સરકારે તમામ સરકારી અને ખાનગી COVID-19 હોસ્પિટલોને COVID-19 સામે સાજા થયેલા લોકોનો અભિપ્રાય મેળવવા અને મેડિકલ કેન્દ્રોમાંથી ડિસ્ચાર્જ સમયે રક્ત પ્લાઝ્મા દાન કરવા અંગેના તેમના અભિપ્રાય મેળવવા માટે નિર્દેશ આપ્યો છે.
રાજસ્થાન
હવે પ્રતાપગઢ જિલ્લામાં એવા કેસોમાં સામે આવી રહ્યા છે જે જિલ્લા જેલ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. અહેવાલો અનુસાર, જેલમાંથી મુક્ત થયેલ બે કેદીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેની કુલ સંખ્યા 126 પર થઇ ગઇ છે.
ઝારખંડ
પીવાના અને સ્વચ્છતા પ્રધાન મિથિલેશ ઠાકુર COVID-19 પોઝિટિવ આવ્યા છે. ઠાકુર મુખ્યપ્રધાન સોરેનના મંત્રીમંડળના પ્રથમ પ્રધાન છે જેઓ પોઝિટિવ નોંધાયા છે.
મુખ્યપ્રધાન હેમંત સોરેન તાજેતરમાં જ ઠાકુરના સંપર્કમાં આવ્યા હોવાથી તેઓએ તેમના રાંચી નિવાસ સ્થાને પોતાને અલગ કર્યા છે. સોરેને મુખ્યપ્રધાન કાર્યાલયના સ્ટાફ સભ્યોને પણ હોમ ક્વોરેન્ટાઇન રહેવાની વિનંતી કરી છે.
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના ધારાસભ્ય મથુરા મહાતો પણ આજે પોઝિટિવ સામે આવ્યા છે. રાજ્યમાં 3,056 કોવિડ -19 કેસ નોંધાયા છે, જેમાં 952 સક્રિય છે અને 22 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.