હૈદરાબાદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે દેશમાં કોરોના વાઈરસની સંખ્યા 7 લાખની નજીક પહોંચી છે. જેમાં મૃત્યુઆંક 19,795 પર પહોંચ્યો છે. વિશ્વમાં કોરોના વાઈરસના સંક્રમણમાં ભારત રશિયાને પાછળ છોડી ત્રીજા સ્થાન પર આવી ગયું છે.
દિલ્હી
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે કોરોના વાઈરસના 1379 નવા કેસ નોંધાતા દિલ્હીમાં કોવિડ -19ના કેસની કુલ સંખ્યા 1 લાખને પાર કરી ગઈ હતી. મૃત્યુઆંક 3115 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 48 લોકોના મૃત્યુ થયા હતા. જો કે, દિલ્હીમાં રિકવરી રેટ 71 ટકા પર પહોંચ્યો છે.
મધ્ય પ્રદેશ
જે લોકો માસ્ક વગર ફરે છે અને સરકારે જાહેર કરેલી કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન નથી કરતા, તે લોકોને હોસ્પિટલ અને પોલીસ ચેક પોસ્ટ પર 3 દિવસ માટે વોલિયેન્ટર તરીકે કામ કરવું પડશે.
કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 15,000 પર પહોંચી છે. 608 લોકોના મોત નીપજ્યાં છે. ગ્વાલિયર જિલ્લામાં રવિવારે 64 નવા કેસ નોંધાયા હતા. સરકાર દ્વારા ખાનગી લેબમાં કોવિડ-19 ટેસ્ટનો ચાર્જ 2500થી 3000 નક્કી કરવામાં આવ્યો છે.
ગુજરાત
સોમવારે સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં સુરતમાં ડાયમંડ પોલિશિંગ યુનિટ્સ 13 જુલાઇ સુધી બંધ રહેશે. જ્યારે 9 જુલાઇ સુધી ડાયમંડ ટ્રેડિંગ બજારો કાર્યરત રહેશે નહીં. બીજી સૂચનામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, ટેકસટાઈલ માર્કેટમાં એક કે, તેથી વધુ કેસ આવશે તે યુનિટ અથવા માર્કેટ 7 દિવસ સુધી ક્લસ્ટર જાહેર કરી બંધ રાખવામાં આવશે. તેમજ દુકાનની અંદર આવતા ગ્રાહકો કે પછી દુકાનદારે જો માસ્ક નહીં પહેર્યું હોય તો તેને 5 હજારનો દંડ ફટકારવામાં આવશે. અત્યાર સુધીમાં 570થી વધુ હીરા કામદારો અને તેમના સગાઓને ચેપ લાગ્યો છે.
બિહાર
દેશભરમાં કોરોના વાઈરસનો વ્યાપ વધી રહ્યો છે. પટનામાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 83 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 12000 ને વટાવી ગઈ છે. રાજ્યમાં સોમવારે 3 લોકોના મોત નીપજ્યા હતા, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 97 પર પહોંચ્યો છે.
ઝારખંડ
બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવની સુરક્ષા હેઠળ તૈનાત એએસઆઈ સહિત રાજ્યમાં ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. રિમ્સના ખાનગી વોર્ડમાં તૈનાત એએસઆઇ રજા પર હતા. વેકેશનથી પરત ફર્યા બાદ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2,815 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 2,045 દર્દીઓ સ્વસ્થ થયા છે.
રાજસ્થાન
જયપુર, દૌસા જિલ્લામાં 3 બેંક કર્મચારીઓ સહિત 5 જેટલા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બેંક કર્મચારીઓમાં એક બેંક મેનેજર અને બે ડેપ્યુટી મેનેજર શામેલ છે. આ સમાચારથી જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,164 કેસ નોંધાયા છે. મૃતકોની સંખ્યા 456 છે જ્યારે 15,928 દર્દીઓ સ્વસ્થ થયાં છે.