નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસના 5.85 લાખથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 1 જુલાઈને સવારે 8 વાગ્યા સુધી ભારતમાં કોવિડના-19ના કેસ 5,85,493 પર પહોંચી ગયા છે. તેમાંથી 2,20,114 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 3,47,979 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોવિડ 19થી અત્યાર સુધીમાં દેશમાં 17,400 લોકોના મોત થયા છે.
- ઉત્તરપ્રદેશ
યુપીના અતિરિક્ત મુખ્ય સચિવ ગૃહ અવનિશકુમાર અવસ્થીએ માહિતી આપી હતી કે, સમગ્ર રાજ્યમાં 6500 થી વધુ કોવિડ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. જોકે સરકારનો લક્ષ્ય 10000 કોવિડ સહાય ડેસ્ક બનાવવાનું છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 585 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસની કુલ સંખ્યા 6709 છે. સંપૂર્ણપણે સાજા થયેલા લોકોની સંખ્યા 16629 છે. કોરોનાથી અત્યાર સુધીમાં 718 લોકોના મોત નીપજ્યાં છે.
- ચંડીગઢ
ચંડીગઢમાં બુધવારે કોરોના વાઇરસના 6 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કેસની કુલ સંખ્યા વધીને 446 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 73 સક્રિય કેસ અને 367 લોકો સાજા થયા . મોતનો આંકડો 6 પર પહોંચી ગયો છે.
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 77 પોલીસ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવવામાં આવ્યા હતા.આ તમામના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી અને 1 નું મોત નીપજ્યું છે. સક્રિય કેસની કુલ સંખ્યા 1,015 છે.મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાઇરસના નવા 5,537 કેસો અને 198 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 1,80,298 થઇ ગઇ છે.જેમાં 79,075 સક્રિય કેસ છે અને કુલ 93,154 લોકો સાજા થયા છે. જોકે 8053 લોકોના મોત થયા છે.
- તેલંગાણા