ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 18,522 કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 16,893 થયો - india corona update

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 18, 522 કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 5 લાખ 66 હજાર પર પહોંચી છે. મૃત્યુઆંક 16, 893 પર પહોંચ્યો છે. 2 લાખથી વધારે એક્ટિવ કેસ છે, જ્યારે 3 લાખથી વધુ લોકો રિકવર થયા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

By

Published : Jun 30, 2020, 9:53 PM IST

હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 18, 522 કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 5 લાખ 66 હજાર પર પહોંચી છે. મૃત્યુઆંક 16,893 પર પહોંચ્યો છે. 2 લાખથી વધારે એક્ટિવ કેસ છે, જ્યારે 3 લાખથી વધુ લોકો રિકવર થયા છે.

ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

રાજધાનીએ પરીક્ષણમાં વધારો કર્યો છે અને વસ્તીમાં ચેપ ફેલાવવાનું મૂલ્યાંકન કરવા માટે સેરોલોજીકલ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર પૂર્વી દિલ્હીના કોમનવેલ્થ ગેમ્સ વિલેજ (સીડબ્લ્યુજી) ખાતે 500 બેડના COVID-19 કેર સેન્ટર સુવિધા કરી છે. ડૉક્ટર ફોર યુ, આ ગ્રુપ સારવારમાં હાજર રહેશે.

ઇટીવી ભારત સાથે વાતચીતમાં ડીએફવાયના અધ્યક્ષ ડો રજત જૈને કહ્યું કે, સીસીટીવી કેમેરા દરેક હિલચાલ પર નજર રાખશે અને ઓક્સિમીટર દરેક દર્દીના ઓક્સિજનના સ્તરની ચકાસણી કરશે. ડૉ.જૈનના જણાવ્યા મુજબ, 100-150 બેડ આવતા અઠવાડિયા સુધીમાં કાર્યરત થઈ જશે.

મધ્યપ્રદેશ

રાજ્યમાં COVID-19ના ફેલાવાને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર આવતી કાલથી ''કીલ કોરોના'' અભિયાન શરૂ કરશે. 15 દિવસીય અભિયાન દરમિયાન દરરોજ 2.5 લાખ પરીક્ષણ કરવામાં આવશે અને 15 હજારથી 20 હજાર સેમ્પલ રોજ લેવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવશે અને અન્ય રોગોના નાગરિકો પર પણ પરીક્ષણ કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં 25 કોવિડ -19 મૃત્યુ નોંધાયા છે. મૃત્યુઆંક 697 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 23,492 પર પહોંચી ગઈ છે. પત્રકારોને સંબોધન કરતા મેડિકલ અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું હતું કે, "રાજ્યમાં અત્યાર સુધીમાં 697કોવિડ -19 દર્દીઓનાં મોત નીપજ્યાં છે અને એક્ટિવ કેસની સંખ્યા 6711 છે." કુલ 16,084 જેટલા કોવિડ -19 દર્દીઓ રોગમાંથી સ્વસ્થ થયા છે અને તેમને રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં રિકવરી રેટની ટકાવારી વધીને 68.46 થઈ ગઈ છે.

ઝારખંડ

વાબકો ઇન્ડિયા લિમિટેડે સરાઇકલા જિલ્લામાં મોબાઇલ કોવિડ -19 પરીક્ષણ વાન બનાવી છે. લેબ 30 મિનિટની અંદર પરિણામ આપી શકશે. તેને આઈસીએમઆર દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર બનાવવામાં આવ્યું છે. આ સુવિધાનો ઉપયોગ કરીને કુલ 400 સેમ્પલનું પરીક્ષણ કરી શકાય છે.

બિહાર

અહેવાલો અનુસાર, બે દુકાનના માલિકોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ, પટનામાં રાજ્યનું સૌથી મોટું જથ્થાબંધ દવા બજાર, ત્રણ દિવસ સુધી બંધ રહેશે. અગાઉ નજીકના વિસ્તારમાં કામ કરતા તબીબી પ્રતિનિધિનું પણ ચેપ લાગતાં મોત નીપજ્યું હતું.

ઉત્તરાખંડ

આરોગ્ય વિભાગના બુલેટિનમાં જણાવાયું છે કે, ઉત્તરાખંડમાં બે વધુ કોરોના વાઈરસ દર્દીનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં કુલ કેસ 2881 છે. આશરે 2,258 જેટલા દર્દીઓને રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details