હૈદરાબાદ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 15,968 નવા કેસો અને 465 લોકોના મોત સાથે દેશમાં બુધવારે કોરોનાની કુલ સંખ્યા 4,56,183 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય મુજબ, દેશમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 14,476 મૃત્યુ નોંધાયા છે.
- દિલ્હી
જૂનના પ્રારંભિક અઠવાડિયામાં, દિલ્હીમાં કોરોનાન કેસોમાં વધારો થઇ રહ્યો છે. મે મહિનામાં 500 થી હજારની વચ્ચે દિલ્હીમાં કેસ આવતાં હતાં, પરંતુ જૂનમાં આ આંકડો 1500 ને વટાવી ગયો અને તે પછી, ત્રણ હજાર પોઝિટિવ કેસ આવવા લાગ્યા છે. હવે દિલ્હીમાં કોરોના ચેપનો આંકડો 70 હજારને પાર કરી ગયો છે.
- મહારાષ્ટ્ર
મુંબઈમાં કોરોનાના 1144 નવા કેસ નોંધાયા છે અને 38 લોકોના મોત નીપજ્યા છે. શહેરમાં કેસની કુલ સંખ્યા વધીને 69,625 થઈ ગઈ છે.મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3890 કેસ નોંધાયા છે અને 208 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,42,900 થઇ ગઇ છે.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 445 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 15,173 થઈ છે, જેમાંથી 9702 લોકો સાજા થઇ ગયા છે અને હજી પણ 4880 કેસ સક્રિય છે અને કુલ 591 લોકોના મોત નીપજ્યાં છે.
- હરિયાણા