હૈદરાબાદ: છેલ્લા 24 કલાકમાં 14,933 નવા કેસ નોંધાયા છે અને 312 લોકોનાં મોત થયાં છે. ભારતમાં કોવિડ -19ના કેસોની સંખ્યા મંગળવારે 4,40,215 પર પહોંચી ગઈ છે. એમએચએફડબ્લ્યુ દ્વારા તાજેતરના અપડેટ મુજબ, દેશમાં કોવિડ-19ના કારણે અત્યાર સુધીમાં 14,011 મોત નોંધાયા છે.
મહારાષ્ટ્ર
મુંબઈ સ્થિત શિવસેના ભવનમાં પાર્ટીના વરિષ્ઠ કાર્યકરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે શિવસેના ભવનને સીલ કરી દેવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ બિલ્ડિંગ 8 દિવસ સુધી સીલ કરવામાં આવશે. પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓએ 4 દિવસ પહેલા ભવનની મુલાકાત લીધી હતી. દરમિયાન, મુંબઇ આરોગ્ય વિભાગ શહેરમાં ગુમ થયેલા 70 COVID-19 દર્દીઓની શોધખોળ માટે પોલીસની મદદ લેશે.
નવી દિલ્હી
22 જૂનના આરોગ્ય બુલેટિનમાંથી બહાર આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં ફક્ત 14,682 નમૂનાઓ જ લેવામાં આવ્યા હતા. જેની સામે દરરોજ 18,000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અગાઉ દિલ્હીના મુખ્યપ્રધાને માહિતી આપી હતી કે શહેરમાં પરીક્ષણમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીમાં રોજ 18,000 પરીક્ષણો લેવામાં આવી રહ્યાં છે.
રાજસ્થાન
રાજસ્થાનના દક્ષિણી જિલ્લા બાંસવાડામાં રિકવરી રેટ આજે 100 ટકા થયો છે. આજે 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 92 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 2 દર્દીઓના મોત થયા છે.
કર્ણાટક
રાજ્યના પાટનગર બેંગલુરુમાં વધતા જતા કેસોના પગલે મંગળવારે 4 પોલીસ સ્ટેશન સીલ કરી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, હલસૂર ગેટ સ્ટેશન પર કામ કરનારા હેડ કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવા આવતા અધિકારીઓને અલગ રાખવામાં આવ્યા છે.
બનાસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારને પણ મોબાઇલ ચોરીના આરોપી વ્યક્તિને પોઝિટિવ આવ્યા બાદ સ્ટેશનની હદમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને સીલ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન, આરોપીને કોરોના પોઝિટિવ આવતા પુત્તેનહલ્લી પોલીસ સ્ટેશન પણ સીલ કરી દેવામાં આવ્યું છે.
છત્તીસગઢ