હૈદ્રાબાદ: કોવિડ-19 માહામારી દેશભરમાં ફેલાઇ રહ્યો છે. તેમ છતાં રિકવરી રેટ વધારે છે. જો કે, કેસોની સતત વધતી સંખ્યા ચિંતાનું કારણ છે.
ગુજરાત
ગુજરાતના અમદાવાદમાં COVID-19ની પરિસ્થિતિ વધુ વણસી જતા દર્દીઓને સારવાર માટે નજીકના જિલ્લાઓમાં ખસેડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સતત 10 દિવસ સુધી દરરોજ 300 જેટલા કેસ નોંધાયા બાદ જિલ્લા કલેક્ટર અને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દરમિયાન, ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાની અધ્યક્ષતાવાળી સમિતિએ કોરોના વાઇરસ પછીના સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાના સંભવિત પગલાઓ વિશે પોતાનો અહેવાલ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આપ્યો હતો.
નવી દિલ્હી
રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19 કેસોમાં આવેલા ઉછાળા વચ્ચે, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકાર દ્વારા આપવામાં આવેલી એડવાઇઝરી મુજબ હોસ્પિટલોને કોઈ પણ જાતની વિગતો લીધા વગર 15 મિનિટની અંદર દર્દીઓને દાખલ કરવા આદેશ આપ્યો છે. એડવાઇઝરી મુજબ, દર્દીના એડમિટ થયા પછીના સમયથી 60 મિનિટની અંદર ડૉકટરો દ્વારા તપાસ કરવી જરુરી છે.
મહારાષ્ટ્ર
મુખ્યપ્રધાન કાર્યાલય (CMO)એ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં લોકડાઉન વધારવામાં નહીં આવે અને કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે લોકોની ભીડને ટાળવા લોકોને અપીલ કરી હતી.
વિશ્વવિખ્યાત "વારિ" (યાત્રાધામ)ની શનિવારથી પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં ફક્ત 50 લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવશે અને સમગ્ર શહેરમાં 144ની કલમ લાગુ રહેશે.
કર્ણાટક
તોરાંગલ્લુ સ્થિત જિંદાલ સ્ટીલની ફેક્ટરી અને તેની ટાઉનશીપમાં કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. સાવચેતીના પગલા તરીકે, 10,000થી વધુ કામદારોને હોમ ક્વોરેન્ટાઇન પર મોકલવામાં આવ્યા છે.
અસરગ્રસ્ત ટાઉનશીપ અને આસપાસના ગામોમાં 20 જેટલા વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ COVID-19 લક્ષણોવાળા લોકોને ઓળખવા માટે ડોર ટુ ડોર સર્વેલન્સ શરુ કર્યું છે.
હિમાચલ પ્રદેશ