નવી દિલ્હીઃ યૂનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં કોવિડ 19 મહામારી અને લોકડાઉને 240 મિલિયન પ્રારંભિક અને માધ્યમિક શિક્ષણમાં નામાંકિત બાળકોના ભણતર પર અસર પાડી છે. તે ઉપરાંત 28 મિલિયન બાળકો એવા છે, જે આંગણવાડી કેન્દ્રોના પ્રી-સ્કુલમાં શિક્ષણ લઇ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયામાં ઓછામાં ઓછા 600 મિલિયન બાળકોને કોરોના વાઇરસ મહામારીના પ્રભાવથી ભય ઉભો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં શાળાઓ બંધ થવાથી પ્રારંભિક અને માધ્યમિક શિક્ષણમાં નામાંકિત 240 મિલિયન બાળકો મહામારીથી પ્રભાવિત થયા છે.
આ મહામારીએ લગભગ 28 મિલિયન એવા બાળકોને પ્રભાવિત કર્યા છે, જે આંગણવાડી કેન્દ્રોમાં નામાંકિત છે.
જો કે, રિપોર્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણને શરૂ રાખવા માટે ઉઠાવેલા પગલા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં વેબ પોર્ટલ, મોબાઇલ એપ, ટીવી ચેનલ, રેડિયો અને બ્રોડકાસ્ટ જેવા કેટલાય ઇ-પ્લેટફોર્મનો સમાવેશ છે. આ સાથે જ તેમાં દીક્ષા મંચ, સ્વયંપ્રભા ટીવી ચેનલ, ઇ-પાઠશાળા અને મુક્ત શૈક્ષણિક સંસાધનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.