ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19ના કારણે ગર્ભવતી મહિલાઓમાં બ્લડ ક્લોટ્સ થવાનું જોખમ વધી શકે છેઃ વૈજ્ઞાનિક - હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી

કોરોના વાઇરસના વ્યાપની વધી રહેલી સમસ્યાઓ વચ્ચે, અમેરિકા સ્થિત ટફ્ટ્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સહિતના સંશોધકોએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના કારણે ગર્ભવતી મહિલાઓમાં અથવા તો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી કે પછી ગર્ભનિરોધક દવાઓ લઇ રહેલી મહિલાઓમાં બ્લડ ક્લોટનું (લોહી ગંઠાઇ જવાનું) જોખમ વધી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓમાં રહેલું હોર્મોન એસ્ટ્રોજન પણ ઉપરોક્ત સ્થિતિઓમાં બ્લડ ક્લોટનું જોખમ વધારી દે છે.

covid-19-may-increase-risk-of-blood-clots-in-pregnant-women-say-scientists
કોવિડ-19ના કારણે ગર્ભવતી મહિલાઓમાં બ્લડ ક્લોટ્સ થવાનું જોખમ વધી શકે છેઃ વિજ્ઞાનીઓ

By

Published : Aug 13, 2020, 9:28 PM IST

હૈદરાબાદ: કોવિડ-19ને કારણે ગર્ભવતી મહિલાઓમાં અથવા તો બાળકના જન્મના નિયંત્રણ સાથે એસ્ટ્રોજન લઇ રહેલી અથવા તો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી લઇ રહેલી મહિલાઓમાં લોહી ગંઠાવાનું જોખમ વધી જાય છે, તેમ આ વિષય પર વધુ અભ્યાસ હાથ ધરવા માટે પ્રાણી પર પ્રયોગનાં નવતર મોડેલ્સ વિકસાવવાની માગણી કરનારા વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું.

અમેરિકા સ્થિત ટફ્ટ્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સહિતના સંશોધકોના મતાનુસાર, કોવિડ-19ની એક સમસ્યા ભૂતકાળમાં તંદુરસ્ત હોય, તેવા લોકોમાં બ્લડ ક્લોટ થવાની પણ છે.

તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓમાં રહેલું એસ્ટ્રોજન હોર્મોન પણ ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મને નિયંત્રિત કરવા માટે દવા લઇ રહેલી મહિલાઓમાં અથવા તો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી લઇ રહેલી મહિલાઓમાં બ્લડ ક્લોટની શક્યતા વધારી દે છે.

આવી મહિલાઓ જો કોવિડ-19થી સંક્રમિત હોય, તો તેમનામાં લોહી ગંઠાઇ જવાનું જોખમ વધી જાય છે અને આ મહિલાઓએ એન્ટિકોગ્યુલેશન થેરેપીમાંથી પસાર થવું પડે છે અથવા તો તેમની એસ્ટ્રોજનની દવાઓ બંધ કરવી પડે છે, તેમ એન્ડોક્રિનોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં નોંધવામાં આવ્યું હતું.

કોરોનાવાઇરસના કારણે એસ્ટ્રોજન થેરેપી, ગર્ભાવસ્થા સાથે સંબંધિત જોખમો તથા મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક દવાઓ સાથે સંકળાયેલા સ્ટ્રોક તથા બ્લડ ક્લોટનું જોખમ વધી જાય છે કે કેમ, તે પ્રશ્નનો જવાબ આપતાં વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, બ્લડ ક્લોટની સમસ્યા પર કોરોનાવાઇરસની અસર વિશે સમજૂતી મેળવવા વધુ અભ્યાસો હાથ ધરવા જરૂરી છે.

"આ મહામારી દરમિયાન, ગર્ભાવસ્થાની સ્થિતિમાં કોરોનાથી સંક્રમિત થનારી મહિલાઓએ એન્ટિકોગ્યુલેશન (લોહી ન ગંઠાય તેવી) થેરેપી લેવી જોઇએ કે કેમ, અથવા તો ગર્ભનિરોધક દવાઓ કે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી લઇ રહેલી મહિલાઓએ તે દવા કે થેરેપી બંધ કરવી જોઇએ કે કેમ, તે નક્કી કરવા માટે આપણે આ ક્ષેત્રે વધુ અભ્યાસ હાથ ધરવાની જરૂર છે," તેમ અમેરિકાના બોસ્ટનમાં ટ્ફ્ટ્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ડેનિયલ સ્પ્રેટે જણાવ્યું હતું.

"કોરોનાવાઇરસના કારણે કેવી રીતે બ્લડ ક્લોટ થાય છે, તે સમજવામાં મદદરૂપ થનારું સંશોધન પણ આપણને અન્ય સ્થિતિમાં બ્લડ ક્લોટ કેવી રીતે થાય છે અને તેનું નિવારણ કેવી રીતે કરી શકાય, તે ક્ષેત્રે નવું જ્ઞાન પૂરું પાડી શકે છે," તેમ સ્પ્રેટે જણાવ્યું હતું.

જોકે, વિજ્ઞાનીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગર્ભાવસ્થા કે એસ્ટ્રોજન થેરેપીની અંતર્વિભાજક અસરો સહિત કોવિડ-19માં બ્લડ ક્લોટિંગના કારણ વિશે સમજૂતી મેળવવા આડે અનેક અડચણો રહેલી છે અને તે માટે નવતર પ્રાણી અને ટિશ્યૂ મોડેલ્સની જરૂર પડશે.

તેમણે અભ્યાસમાં લખ્યું હતું કે, "આ મહામારીનો ઉદ્ભવ અને હાઇપરકોગ્યુલેબિલિટી પર આ વાઇરસની અસરો મહિલાઓમાં કોગ્યુલેશન પેથોલોજી ક્ષેત્રે વધારાના અભ્યાસની જરૂરિયાત પર ભાર મૂકે છે."

અભ્યાસુઓના જણાવ્યા મુજબ, કોરોના વાઇરસ અને ગર્ભાવસ્થા અથવા એસ્ટ્રોજન થેરેપી વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાને સમજવા માટે ક્લિનિશ્યન્સ અને મૂળભૂત સંશોધકો વચ્ચે તેમજ એન્ડોક્રિનોલોજિસ્ટ્સ અને હેમેટોલોજિસ્ટ્સ વચ્ચે સહકારયુક્ત પ્રયાસો હાથ ધરાય, તે આવશ્યક છે.

ABOUT THE AUTHOR

...view details