હૈદરાબાદઃ હાલમાં કોરોના મહામારીને લીધે લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે તેલંગાણા પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં 100 નંબરની સેવા પર 6.41 લાખથી વધુ તણાવભર્યા કોલ્સ મેળવ્યા હતા.
તેલંગણાના ડિરેક્ટ જનરલ ઓફ પોલીસ (DGP) એમ મહેન્દ્ર રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિમાં તેમને તણાવમુક્ત રહેવા માટે બુધવારે ડાયલ 100 સ્ટાફ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ સેશન યોજાયું હતું.
કલ્પના કરો કે, #Dial100 staff તણાવના ક્યાં સ્તરમાંથી પસાર થઇ રહ્યા છે. આ લૉકડાઉનની પરિસ્થિતિમાં તેમણે માત્ર ત્રણ દિવસોમાં જ 6,41,955 કોલ્સ મેળવ્યા હતા. જે માટે તેમને સ્ટ્રેસ ફ્રી રાખવા માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ સત્ર યોજવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે તાજેતરમાં કહ્યું હતું કે, આરોગ્ય કટોકટીને લગતી સહાય માટે લોકો આ સેવાનો ઉપયોગ કરી શકે છે અને અધિકારીઓને આપેલા સૂચનોને પગલે કોઇ પણ વ્યક્તિને રાજ્યમાં ભોજન કર્યા વિના જવાની મંજૂરી ન આપવી જોઇએ. જે બાદથી જ ડાયલ 100 પર ફોન કરવાની સંખ્યામાં વધારો થયો છે.
મુખ્યપ્રધાન રાવની જાહેરાત બાદ સ્વયંસેવકો સાથે સંકલનમાં રહીને પોલીસ કર્મચારીઓ રાજ્યભરના જરૂરિયાતમંદોને ભોજન અને જરૂરી વસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે.
આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે, કોઇ ચીજવસ્તુઓની જરૂર હોય તો તે વ્યક્તિ 100 ડાયલ કરી શકે છે અથવા મદદ માટે કોઇ પણ પોલીસ સ્ટેશન અથવા શહેરમાં પેટ્રોલિંગ વાહનનો સંપર્ક કરી શકે છે.