નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 63 લાખને પાર થઇ ગઇ છે. જોકે, સંક્રમણમાં સતત વધારાની સાથે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 86,821 નવા કેસ સામે આવ્યા છે. તેમજ કોરોનાથી 1,181 લોકોના મોત થયાં છે. આંકડા અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની કુલ સંખ્યા 63,12,585 થઇ ગઇ છે.
કોરોના વાઇરસના એક્ટિવ કેસની સંખ્યા 9,40,705 છે. અત્યાર સુધીમાં, કુલ 52,73,202 લોકોએ આ વાઇરસને માત આપી છે. તેમજ દેશમાં કુલ 98,678 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.