નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે, દેશમાં કોરોના ચેપની સંખ્યા 62 લાખને પાર થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 80,472 નવા કેસ નોંધાયા હતા. તો આ સાથે વાઇરસના કારણે 1,179 લોકોના મોત થયા છે.
દેશમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 80,472 નવા કેસ - દેશમાં કોરોનાના નવા કેસ
ભારતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો તઇ રહ્યો છે. દેશમાં લગભગ 9 લાખ સક્રિય કેસ છે, જ્યારે 51 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે.
દેશમાં કોરોના
મળતી માહિતી મુજબ દેશમાં અત્યાર સુધીમાં 62,25,764 લોકોને કોરોના થયો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 9,40,441 છે. તો આ સાથે જ 51,87,826 આ રોગથી સ્વસ્થ થયા છે. વાઇરસને કારણે 97,497 લોકોના મોત નીપજ્યા છે.