ગુજરાત

gujarat

ETV Bharat / bharat

24 કલાકમાં દેશમાં કોરોનાના 54,044 નવા કેસ, 67 લાખથી વધુ સ્વસ્થ - દેશમાં કોરોનાના કેસ

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં 7,40,090 લોકો સારવાર લઇ રહ્યા છે. ત્યારે 67,92,550 લોકો સાજા થયા છે. કોરોના સંક્રમિત કેસની સંખ્યા 8 લાખની નીચે છે.

દેશમાં કોરોનાના કેસ
દેશમાં કોરોનાના કેસ

By

Published : Oct 21, 2020, 12:33 PM IST

  • દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો
  • 24 કલાકમાં દેશમાં કોરોનાના 54,044 નવા કેસ
  • 67 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા

નવી દિલ્હી: દેશમાં કોરોનાતી સંક્રમિત લોકોની સંખ્યા 76 લાખ સુધી પહોંચી ગઇ છે. ત્યારે સંક્રમણથી સાજા થનાર લોકોની સંખ્યા 67 લાખથી વધુ છે.

દેશમાં કોરોનાના કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જારી કરેલા આંકડા મુજબ, કોવિડ -19 ના નવા 54,044 કેસ નોંધાયા પછી ચેપની સંખ્યા 76,51,108 થઈ ગઈ છે. જ્યારે સંક્રમણથી 717 લોકોના મોત થયા છે, તો ત્યારે સંખ્યા વધીને 1,15,914 સુધી પહોંચી છે.

ભારતમાં કોવિડ -19 ના કેસ 7 ઓગસ્ટે 20 લાખને સુધી પહોંચી ગયા છે. જ્યારે 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ, 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ અને 11 ઓક્ટોબરના રોજ 70 લાખ સુધી આંકડો પહોંચી ગયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, 20 ઓક્ટોબર સુધીમાં 9,72,00,379 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 10,83,608 નમૂનાઓનું મંગળવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details