નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 75,083 નવા કેસ નોંધાયા છે. જોકે 1,053 દર્દીઓના મોત થયા છે. મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી 55, 62,664 લોકો વાઇરસથી સંક્રમિત છે.
દેશમાં કોરોનાના સંક્રમિત આંકડો 55 લાખને પાર,એક દિવસમાં 75 હજારથી વધુ નવા કેસ - દેશમાં કોરોનાના આંકડા
ભારતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે, દેશમાં કોરોના ચેપની સંખ્યા 5.5 લાખ થઇ ગઈ છે. જોકે,મંગળવારે કોરોનાના નવા કેસોમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં કોરોનાના કેસ
તો આ સાથે 44,97,868 લોકો સાજા થઇ ગયા છે.કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 88,935 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોવિડ -19 ના સક્રિય કેસની સંખ્યા 9,75,861 છે.