નવી દિલ્હી : દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમણની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે સરકારનું કહેવું છે કે, લોકડાઉના લીધે આ મહામારીનો પ્રકોપ નિયંત્રંણમાં છે.
દેશમાં કોરોનાના સંક્રમણથી કુલ 775 લોકોના મોત થયાં છે. આ સાથે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 24 હજાર 506 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19માં દેશમાં કુલ 25,506 કેસમાંથી 77 વિદેશી નાગરિકો છે. ત્યાં દેશમાં કોરોના દર્દીની સંખ્યા 18,668 છે. જ્યારે 5,814 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે.
આપને જણાવી દઈએ કે, દેશમાં શુક્રવારે કોરોના વાયરસના કેસોમાં 1,750થી વધુનો વધારો થયો છે. જે ભારતમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. તે જ સમયે, સરકારે કહ્યું હતું કે, દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ન હોત તો અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થઇ ગયો હોત.
રાજસ્થાનમાં કોરોનાના 25 નવા કેસ
રાજસ્થાનમાં કોરોનાના 25 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2059 થઇ ગઇ છે.
આગ્રામાં કોરોનાના 2 નવા કેસ
ઉતરપ્રદેશના આગ્રામાં સંક્રમિતોમાં 13 નવા કેસ આવ્યા છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 348 થઇ ગઇ છે.
ઝારખંડમાં કોરોનાના 2 નવા કેસ
ઝારખંડમાં કોરોનાના 2 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની સંખ્યા 59 થઇ ગઇ છે.
બિહારમાં કોરાના સંક્રમણમાં 10 નવા કેસ
બિહારમાં કોરોના સંક્રમણમાં 10 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 238 થઇ ગઇ છે.
આંધપ્રદેશમા કોરોનાના 61 નવા કેસ