નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે. તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા 10,03,832 સુધી પહોંચી છે. આ મહામારીથી દેશમાં અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 34,956 નવા કેસ સામે આવ્યા છે અને 687 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી શુક્રવારે સવારે 8 કલાક સુધીમાં નવીનતમ આંકડા જાહેર થયા હતા. જેમાં દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,42,473 થઇ છે. કુલ સંક્રમિતોમાં 6,35,757 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
દેશમાં દર્દીઓના સ્વસ્થ થવાનો હાલનો દર 63.25 ટકા છે. જેનો વિપરીત મૃત્યુ દર 2.57 ટકા છે.