નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીમાં સરકારના અનેક પ્રયત્નો છતાં દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસની મહામારી દિવસેને દિવસે વધી રહી છે. કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં 14 હજાર 378 વ્યકિત કોરોના વાઈરસથી સંક્રમિત છે. જ્યારે 480 લોકોના મોત થયા છે.
શુક્રવારના આંકડા મુજબ જોઇએ તો આંધ પ્રદેશમાં અત્યાર સુઘીમાં 572 લોકો કોરોનાથી સંક્રમિત છે. તેમજ 14 લોકોના મોત થયા છે. અસમમાં 35 લોકો સંક્રમિત છે. 5 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 1 વ્યકિતનું મોત તેમજ બિહારમાં 83 સંક્રમિત, 37 સ્વસ્થ અને 1 વ્યકિતનું મોત થયું છે.
દિલ્હીમાં અત્યારસુધીમાં 1640 સંક્રમિત છે. તેમજ 37 લોકોના મોત, 57 લોકો સ્વસ્થ થયાં છે. કોરોના સંક્રમણથી સૌથી વધારે લોકો મહારાષ્ટ્રમાં છે. ત્યાં 3205 લોકો કોરોનાથી સંક્રમિત છે. તેમજ 194 લોકોના મોત થઇ ચૂક્યા છે. તથા મધ્ય પ્રદેશમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા બે હજાર 892 થઇ ચૂકી છે.
આ ઉપરાંત ઇન્દોરમાં 50 નવા કેસ સામે આવ્યા છે. તેમજ ઉતર પ્રદેશમાં 196 લોકો સંક્રમિત છે. તેમજ
તબલીગી જમાતના 29 લોકોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા.
તબલીગી જમાતમાં ગયેલા 29 લોકોને મહારાષ્ટ્રના અહમદનગર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
હેમામાલિનીએ એમ્બ્યુલન્સ પર હુમલો કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી
ભાજપા સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ બે દિવસ પહેલાં એમ્બ્યુલન્સ પર હુમલો થયો હતો. તેને લઇને કહ્યું કે, જે લોકો ડૉકટરો,સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો કરી રહ્યાં છે. તેની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.
મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1355, 69 મોત
મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1355 થઇ ગઇ છે. જો કે, આ મહામારીમાં અત્યારસુધીમાં રાજયમાં 69 લોકોના મોત થયાં છે.
કર્ણાાટકમાં કોરોનાના 12 નવા કેસ
કર્ણાટકમાં કોરોના વાયરસના 12 કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાની સંખ્યા વધીને 371 થઇ છે.