નવી દિલ્હી: સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયની જાણકારી અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 86,432 કેસ સામે આવ્યા છે. તેમજ 1,089 લોકોના મોત થયાં છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 40,23,179 થયાં છે. જેમાં 8,46,395 એક્ટિવ કેસ છે.
કોરોના કહેરઃ ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 40 લાખને પાર
ભારતમાં કોરોનાની મહામારીમાં દિવસ ને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાની કુલ સંખ્યા 40,23,179 થઇ છે. તેમજ 1,089 લોકોના મોત થયાં છે.
કોવિડ 19 લાઇવ: ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 40 લાખને પાર
આ ઉપરાંત કોરોનાથી કુલ 69,561 લોકોના મોત થયાં છે. તેમજ 31,07,223 દર્દી સ્વસ્થ થયાં છે.
- દેશમાં અત્યારસુધીના કુલ ટેસ્ટ 4,77,38,491
- 4 સપ્ટેમ્બરે કોરોનાના કુલ ટેસ્ટ 10,59,349
- ટેસ્ટિંગ લેબની સંખ્યા વધીને 1643 થઇ, સરકારી 1026