નવી દિલ્હીઃ ભારતના કોરોના વાઈરસ સંક્રમણ સતત વધી રહ્યો છે. ભારતના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના સંક્રમણ કેસ સામે આવી રહ્યાં છે. રવિવારને 29 માર્ચે મળતા આંકડા પ્રમાણે, મૃતકોની સંખ્યા 24 થઈ ગઈ છે. જ્યારે સંક્રમિત લોકોનો આંકડો 980ને પાર પહોંચ્યો છે. આ આંકડા દુનિયાભરમાં કોરોના સંક્રમણના આંકાડા પર નજર રાખનાર વેબસાઈટ વર્લ્ડોમીટર દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે.
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયએ વર્લ્ડોમીટરના આંકડાની ખરાઈ કરી નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવાર સાંજે 5.45 કલાકે જાહેર કરેલા આંકડા પ્રમાણે 918 સંક્રમિત છે. જ્યારે 19 લોકોના મોત થયા છે.
ગત શનિવારે તેલંગાણાના સ્વાસ્થ્ય પ્રધાન રાજેન્દ્રએ જણાવ્યું હતું કે, 74 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું હતું. તેના બે દિવસ પહેલા તેમના રિપોર્ટમાં ઘાતક વિષાણું જોવા મળ્યા હતાં.
આગળ વાત કરતાં રાજેન્દ્ર જણાવ્યું કે, હાલમાં તે દિલ્હી ગયા હતા. 20 માર્ચે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ત્યારબાદ 26 માર્ચે તે પોતાના બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. તે સમય દરમિયાન તેઓને જાણ થઈ હતી કે, તે વૃદ્ધ વ્યક્તિ કોરોના વાઈરસથી સંક્રમિત હતા.
275 ભારતીયો કોરોના સંકટ વચ્ચે રાજસ્થાન લવાયા....