હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઇરસ (કોવિડ -19) ને કારણે 33,425 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કોરોના વાઇરસના સંક્રમણના કેસો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 47,704 નવા કેસ નોંધાયા છે અને 654 લોકોનાં મોત નીપજ્યાં છે.
દેશભરમાં કોરોના સંક્રમણ કેસો 14.83 લાખને પાર, 24 કલાકમાં 47,704 નવા કેસ - દેશમાં કોરોના કેસની સંખ્યા
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે 28 જુલાઈને સવારે 8 વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 14.83 લાખથી વધુ લોકોને ચેપ હોવાની પુષ્ટિ થઈ છે.
કોરોના
ભારતભરમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 14,83,157 પર પહોંચી ગઈ છે. તેમાંથી 4,96,988 કેસ સક્રિય છે. 9,52,744 કોરોના ચેપગ્રસ્ત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે, જ્યારે 33,425 લોકો મૃત્યુ પામ્યા છે.
અલગ અલગ સ્થળોએ ચાલી રહેલી સારવાર દરમિયાન લોકો ખૂબ જ ઝડપથી તંદુરસ્ત થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, લોકોનો ઠીક થવાવો દર 64.23 ટકા થઇ ગયો છે.