તાજેતરના આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના વાઇરસના 2.15 લાખથી વધુ કેસ એક્ટીવ છે, જ્યારે 3.35 લાખથી વધુ લોકો સારવાર બાદ સાજા થયા છે.
દેશમાં કોરોના દર્દીઓની રિકવરીના દરમાં ઘણો સુધારો થયો છે. છેલ્લા આંકડા મુજબ રિકવરી દર 58.67 ટકા છે જ્યારે મૃત્યુ દર 3.01 ટકા છે.
સૌથી વધું કોરોનાથી સંક્રમિત ટોચના પાંચ રાજ્યો
સ્વાસ્થય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ રાજ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં 1,64,626 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારબાદ દિલ્હી (83,077), તામિલનાડુ (82,275), ગુજરાત (31,320) અને ઉત્તર પ્રદેશ (22,147) છે.
કોરોના સંક્રમણથી સૌથી વધું મહારાષ્ટ્રમાં 7,429 લોકો મૃત્યુ પામ્યા છે. તે પછી દિલ્હી (2,623), ગુજરાત (1,808), તામિલનાડુ (1,079) અને ઉત્તર પ્રદેશ (660) લોકો મૃત્યુ પામ્યા છે.