નવી દિલ્હીઃ દેશમાં ફેલાયેવા કોરોનાવાઈરસને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતત જાણકારી આપી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ અંગે માહિતી આપતાં કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમિત લોકોમાંથી 1023 લોકો તબલીગી જમાતમાં સામેલ થનારા લોકો છે. હાલ આ કોરોના સંક્રમમિત લોકો અલગ અલગ 17 રાજ્યોમાં છે.
દેશમાં કોરોનાના 1023 લોકો તબલીગી જમાતના છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
દેશભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 2092 કેસની પુષ્ટી થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 601 નવા કેસ સામે આવ્યાં છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપી છે.
covid
વધુમાં અગ્રવાલે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 601 નવા કેસ સામે આવ્યાં છે, તેમજ 12 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં મોતનો કુલ આંકડો 68એ પહોંચ્યો છે.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે, તબલીગી જમાતીઓને અને તેના સંપર્કમાં આવેલા લગભગ 22, 000 લોકોને ક્વોરનટાઈનમાં રાખવામાં આવ્યાં છે.