નવી દિલ્હી : ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના ઉપયોકર્તાઓને ઘરે રહીને આરોગ્ય પર ધ્યાન રાખવા માટે નવા સ્ટીકરો લોન્ચ કર્યા છે. ઇન્સ્ટાગ્રામે ‘સ્ટે હોમ’ જેવા સ્ટીકરો લોન્ચ કરીને લોકોને આ મુશ્કેલ સમયમાં ઘરે રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે.
COVID-19: ઇન્સ્ટાગ્રામે કર્યા નવા સ્ટીકરો લોન્ચ - આરોગ્ય પર ધ્યાન રાખવા માટે નવા સ્ટીકરો
ઇન્સ્ટાગ્રામે તેના ઉપયોગકર્તાઓને ઘરે રહેવા માટે પ્રોત્સાહિત કરવા નવા સ્ટીકરો લોન્ચ કર્યા છે. તેણે COVID-19 વિશે સચોટ માહિતી આપવા માટે કેટલાક ગ્રાફિક પણ ઉમેર્યા છે.

ઇન્સ્ટાગ્રામે કર્યા નવા સ્ટીકરો લોન્ચ
ઇન્સ્ટાગ્રામ દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટમાં ઉલ્લેખ કર્યો છે કે, ઉપયોગકર્તાઓ આ સ્ટીકર તેના સ્ટોરી સ્ટેટસમાં ઉમેરી શકે છે. આ સ્ટીકરોનો ઉપયોગ કરીને લોકો એક બીજાને ઘરે રહીને સ્વસ્થ્ય રહેના સંદેશ આપી શકે છે અને અક જાગૃતા ફેલાવી શકે છે.
આ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ દ્વારા તમારા હાથ ધોવા માટેના રીમાઇન્ડર્સ જેવા ફિચર્સ પણ લાવ્યો છે. તો આ સાથે જ ‘થેંક્સ હેલ્થ હીરોઝ’ જેવા સ્ટીકરો પણ ઉમેરવામાં આવ્યાં છે.