હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઈરસના સંક્રમણથી 43,379 લોકોના મોત થયા છે. સ્વાસથ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતના 35 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે.
દેશમાં 21.53 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, જાણો રાજ્યવાર આંકડા
ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જાહેર કરેલા આંકડા અનુસાર દેશભરમાં 21,53,010 લાખથી વધુ લોકો સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે. સરકાર અનુસાર કોરોના સંક્રમણના સારવાર લઈ રહેલા 14,80,884થી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
દેશભરમાં 21.53 લાખથી વધુ સંક્રમિત
સમગ્ર ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 21,53,010 સુધી પહોંચી છે. જેમાં 6,28,747 કેસ એક્ટિવ છે. 14,80,884 કોરોના સંક્રમિતો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 43,379 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલાતા રહે છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય અલગ-અલગ રાજ્ય અને દૂરના વિસ્તારોમાં નોંધાયેલા આંકડાની નોંધ લઈ અંતિમ આંકડો જાહેર કરે છે.