ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 904ના મોત, 56,282 નવા કેસ નોંધાયા - કોરોના મહામારી

કોરોના મહામારી વચ્ચે 5 ઓગ્સ્ટના 6,64,949 લોકો કોવિડ-19ની ચકાસણી કરાઈ હતી. સ્વાસ્થય મંત્રાલયની માહિતી મુજબ 5 ઓગ્સ્ટ સુધી દેશભરમાં કુલ 2,21,49,351 લોકોની ચકાસણી થઈ છે.

covid
covid

By

Published : Aug 6, 2020, 2:14 PM IST

નવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણના કારણે દેશભરમાં દિનપ્રિતદિન કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 56, 282 નવા કેસ નોંધાયા છે. તેમજ 904 લોકોના મોત થયા છે. કોરોના આંકડા અનુસાર 19,64,537 થયા છે. જેમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 5,95,501 છે. આ સાથે 13,28,337 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી 40,699 લોકોના મોત થયા છે.

24 કલાકમાં સૌથી વધુ 904ના મોત
  • કોરોનાથી સૌથી પ્રભાવિત 5 રાજ્ય
  1. મહારાષ્ટ્ર : સ્વાસ્થય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. જ્યાં કુલ કેસની સંખ્યા 4,68,265 થઈ છે. રાજ્ય કોરોનાથી મૃત્યુ મામલે પણ પ્રથમ સ્થાને છે. કોરોનાના કારણે 16,476 લોકોના મોત થયા છે.
  2. તમિલનાડુ : મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં કોરોના સંક્રમણના કેસ મામલે ઉવ્વલ નંબર પર છે. અત્યારસુધીમાં કુલ 2,73,460 કેસ નોંધાયા છે. કુલ 4,461 લોકોના મોત થયું છે.
  3. આંધપ્રદેશ: રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 1,86,461 પર પહોચ્યોં છે. આંધ પ્રદેશ કોરોના સંક્રમણ મામલે દેશમાં ત્રીજા સ્થાન પર છે અને 1,681 લોકોના મોત થયા છે.
  4. કર્ણાટક : રાજ્યમાં 1,51,449 કુલ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં મૃત્યુઆંક મામલે ચોથા સ્થાન પર છે. કુલ 2,804 લોકોના મોત થયા છે.
  5. દિલ્હી : રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી છે. દિલ્હીમાં કોરોનાના કુલ આંકડો 1,40,232 છે. મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો રાજધાનીમાં કુલ મૃત્યુઆંક 4,044 છે.મૃત્યુઆંક મામલે દિલ્હી ત્રીજા સ્થાન પર છે.

ABOUT THE AUTHOR

...view details