હૈદરાબાદઃ ભારતમાં કોરોના (કોવિડ 19) સંક્રમણથી 22,123 લોકોના મોત થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.
દેશભરમાં 8 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત, જાણો રાજ્યવાર આંકડા... - કેન્દ્રીય મંત્રાલય
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 11 જુલાઈએ સવારે આઠ કલાકે જાહેર કરેલા આંકાડા મુજબ, દેશભરમાં 8.20 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી કરાઈ છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 4 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ભારતમાં કોરોના અસરગ્રસ્ત લોકોની સંખ્યા 8,20,916 પહોંચી છે. જેમાંથી 2,83,407 કેસ એક્ટિવ છે. જ્યારે 5,15,386 લોકો સ્વસ્થ્ય થયા છે, તો 22,123 લોકોના મોત થયા છે. જ્યારે 5,15,386 રજા આપાવમાં આવી છે.
દેશમાં વિવિધ વિસ્તારોમાં કોરોનાની સારવાર સેવાઓમાં વધારો કરાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, આ ચેપમાંથી 60 ટકા લોકો સ્વસ્થ્ય થઈ રહ્યાં છે. નોંધનીય છે કે, આ આંકાડાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રાલય વિવિધ રાજ્ય અને છેવાડાના વિસ્તારમાં ચેપની પુષ્ટિ થયા બાદ છેલ્લા આંકડા જાહેર થયા છે.