ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશભરમાં 7.67 લાખથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ, જાણો રાજ્યવાર આંકડા - number of covid-19 patient in India

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા 9 જુલાઈએ સવારે 8 વાગ્યે (ભારતીય સમય) બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, દેશભરના 7.67 લાખથી વધુ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. સરકારના જણાવ્યા અનુસાર કોરોનાની સારવાર લીધા ચાર લાખથી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

etv bharat
દેશભરમાં 7.67 લાખથી વધુ થયા કોરોનાના કેસો, જાણો રાજય મુજબના આંકડા

By

Published : Jul 9, 2020, 12:59 PM IST

હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઇરસ (કોવિડ-19)ના સંક્રમણને કારણે 21,129 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દ્રારા જાહેર કરેલા આંકડા મુજબ ભારતના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ નોંધાયા છે.

ભારતભરમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 7,67,296 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2,69,789 કેસ સક્રિય છે. 4,76,378 કોરોના સંક્રમિત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. જ્યારે 21,129 લોકોનાં મોત નીપજ્યાં છે.

દેશભરમાં 7.67 લાખથી વધુ થયા કોરોનાના કેસો, જાણો રાજય મુજબના આંકડા

જુદા-જુદા સ્થળોએ ચાલી રહેલા સારવારમાં લોકો ખૂબ જ ઝડપી ગતિએ સ્વસ્થ થઈ રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ લોકોના સારા થવાના દર 60 ટકાથી વધુ છે. જણાવવામાં આવે તો આંકાડાઓમાં સતત બદલાતા રહે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અલગ-અલગ રાજ્યો અને દૂરના વિસ્તારોમાં કેસની પુષ્ટિ થયા પછી જ છેલ્લા આંકડાઓ જાહેર કરે છે.

ABOUT THE AUTHOR

...view details