નવી દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો 5,48,318 પર પહોચ્યો છે. જેમાં 2,10,120 કેસ એક્ટિવ છે. દેશમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત 5 રાજ્યો છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 380 લોકોના મોત, 2.10 લાખથી વધુ એકટિવ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના સંક્રમણથી 380 લોકોના મોત થયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 19,456 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.
COVID-19 India
જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1,64,626 પોઝિટિવ કેસ છે. ત્યારબાદ દિલ્હી (83,077) તમિલનાડુ (82,275), ગુજરાતમાં (31,320) અને ઉત્તરપ્રદેશમાં (22,147) કેસ છે.
કોરોના સંક્રમણથી સૌથી વધુ મૃત્યુઆંક ધરાવનાર પાંચ રાજ્યમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ મૃત્યું મહારાષ્ટ્રમાં 7,429 થયા છે. ત્યારબાદ દિલ્હી (2,623), ગુજરાત (1,808), તમિલનાડુ (1,079) અને ઉત્તરપ્રદેશ (660) છે.