હૈદરાબાદઃ ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણથી 2,293 લોકોના મોત થયા છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતના 32 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી કોરોના વાઇરસ સંક્રમણના કેસ સામે આવ્યા છે.
સમગ્ર ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70,756 સુધી પહોંચી છે. જેમાંથી 46,008 કેસ એક્ટિવ છે. 22,454 કોરોના સંક્રમિત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે, જ્યારે 2,293 લોકોના મોત થયા છે.