નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 1981 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 59,662 પર પહોંચી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસારો સંક્રમિતથી ઓછામાં ઓછા 17,846 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેને ડિસ્ચાર્જ કરી ઘરે પરત કર્યા છે. દેશમાં હજુ પણ કોરોનાના 39,834 કેસ એક્ટિવ છે.
મહારાષ્ટ્ર: મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જઇ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 19,063 કેસ સામે આવ્યા છે. સંક્રમિતના પગલે 731 લોકોના મૃત્યુ થયા છે.
અંદમાન નિકોબાર : કોરનાના 33 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.
આંધ્ર પ્રદેશ : રાજ્યમાં અત્યાર સુધીમાં 1887 કેસ નોંધાયા છે. જ્યારે 41 લોકોના મોત નિપજ્યા છે.
અરૂણાચલ પ્રદેશ : રાજ્યમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત સામે આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં કોઇ મોત થયુ નથી.
અસમ: કોરોનાના કહેર વચ્ચે 59 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.
બિહાર: કોરોનાના 571 કેસ સામે આવ્યા છે. જ્યારે 5 લોકોના મોત નિપજ્યા છે.
ચંદીગઢ: કોરોના સંક્રમણના 150 કેસ સામે આવ્યા છે. જ્યારે એકનું મોત નિપજ્યુ છે.
છતીસગઢ: રાજ્યમાં સંક્રમિતોના 59 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુ નોંધાયુ નથી.
ગોવા: કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. જે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે ગોવા હાલમાં કોરોના મુક્ત રાજય છે.
ગુજરાત: કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ગતરોજના આંકડાઓ મુજબ 7403 કેસ નોંધાયા છે જ્યારે 449 લોકોના મોત નિપજ્યા છે.
હરિયાણા: કોરોનાના 647 કેસ સામે આવ્યા છે. જ્યારે 8 લોકોના મોત નિપજ્યા છે.