ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19: દેશમાં 1,583થી વધુના મોત, કુલ 46 હજારથી વધુ લોકો સંક્રમિત - સંક્રમિત

કોરોનાના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે જો પોઝિટિવ આંકડાની વાત કરવામાં આવે તો ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના 46 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે મોતની સંખ્યા 1583ને પાર પહોંચી છે.

દેશમાં 1500થી વધુના મોત, કુલ 46 હજારથી વધુ લોકો સંક્રમિત
દેશમાં 1500થી વધુના મોત, કુલ 46 હજારથી વધુ લોકો સંક્રમિત

By

Published : May 5, 2020, 10:42 AM IST

Updated : May 5, 2020, 7:56 PM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 1583 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 46,711 પર પહોંચી છે.

ગ્રાફ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર સંક્રમિતથી ઓછામાં ઓછા 13,160 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેને ડિસ્ચાર્જ કરી ઘરે પરત કર્યા છે. દેશમાં હજુ પણ કોરોનાના 31,967 કેસ એક્ટિવ છે.

મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જઇ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 14,541 કેસ સામે આવ્યા છે. સંક્રમિતના પગલે 583 લોકોના મૃત્યુ થયા છે.

અંદમાન નિકોબારમાં 33 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.

આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં 1717 કેસ નોંધાયા છે. જ્યારે 36 લોકોના મોત નિપજ્યા છે.

અરૂણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત સામે આવ્યો છે. આ ઉપરાંત રાજ્યામાં કોઇ મોત થયુ નથી.

આ ઉપરાંત જો અસમની વાત કરવામાં આવે તો 43 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.

બિહારમાં કોરોનાના 529 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે.

ચંદીગઢમાં 102 કેસ સામે આવ્યા છે. જ્યારે એકનું મોત નિપજ્યા છે.

છતીસગઢમાં જો વાત કરવામાં આવે તો 58 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુ નોંધાયુ નથી.

ગોવામાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. જે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે ગોવા હાલમાં કોરોના મુક્ત રાજય છે.

ગુજરાતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ગતરોજના આંકડાઓ મુજબ 6245 કેસ નોંધાયા છે જ્યારે 368 લોકોના મોત નિપજ્યા છે.

હરિયાણામાં કોરોનાના 517 કેસ સામે આવ્યા છે. જ્યારે 6 લોકોના મોત નિપજ્યા છે.

હિમાચલ પ્રદેશની જો વાત કરવામાં આવે તો 41 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.

જમ્મુ-કાશ્મીરમાં 726 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સંક્રમણના પગલે 8 લોકોના મોત નિપજ્યા છે.

ઝારખંડમાં કોરોનાના 115 કેસ સામે આવ્યા છે જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

કર્ણાટકમાં જો કરોનાના આંકડાની વાત કરવામાં આવે તો 659 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 28 લોકોના મોત નિપજ્યા છે.

કેરલમાં કોરોનાના 500 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે. લદાખમાં 41 કેસ સામે આવ્યા છે.

મધ્ય પ્રદેશમાં કોરોનાના 3049 કેસ સામે આવ્યા છે. જ્યારે 176 લોકોના મોત નિપજ્યા છે.

રાજસ્થાનમાં કોરોનાના 3061 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 77 લોકોના મોત નિપજ્યા છે.

તેલંગણામાં કોરોનાથી 1085 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 29 લોકોના મોત નિપજ્યા છે.

ઉત્તર પ્રદેશમાં સંક્રમિતનો આંકડો 2859 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 53 પર પહોચ્યો છે.

પશ્ચિમ બંગાળમાં કોરોનાના 1259 કેસ સામે આવ્યા છે. જ્યારે 133 લોકોના મોત નિપજ્યા છે.

તમિલનાડુની જો વાત કરવામાં આવે તો કોરોનાના 3550 કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મોત નિપજ્યા છે.

પંજાબની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 23 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1233 લોકો સંક્રમિત નોંધાયા છે.

Last Updated : May 5, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details